કાશ્મીર તો હોગા પર....... કવિતાને લોકોમાં જાણીતી કરી આ 21 વર્ષના સાધ્વીએ, જાણો તેમના વિશે
સાધ્વી ત્રણ ધોરણ સુધી જ ભણેલાં છે અને કથાના કારણે તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેમના પિતા વિદર્ભમાં બજરંગ દળના કન્વીનર હતા. જો કે તેમની આક્રમકતાના કારણે વિશ્વ હિન્દુ પરિષદે સાધ્વી પોતાનાં સભ્ય નથી તેવું જાહેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાધ્વી પણ દાદાની જેમ રામાનંદી પરંપરા પ્રમાણે ભગવત કથા, રામ કથા, ગૌ કથા કહેતાં. તેમના પિતા સાથે આવતા. સાધ્વી 12 વર્ષનાં થયાં ત્યારે તેમણે નગેન્દ્ર બ્રહ્માચારીને ગુરૂ બનાવીને દીક્ષા લીધી અને ચૈતન્ય પીઠ આશ્રમમાં રહેવા લાગ્યાં.
સાધ્વીને તેમણે પોતાનો વારસો આપ્યો હતો. સાધ્વી 9 વર્ષનાં હતાં ત્યારે દાદાનું ટ્રેન અકસ્માતમાં અવસાન થયું પછી તેમના પિતાએ સામેથી એ વારસો સંભાળવા કહ્યું. સાધ્વીની સાથે તેમણે જવા માંડ્યું ને એ રીતે સાધ્વીએ કથાકાર તરીકે કામ શરૂ કર્યું.
સાધ્વી બાલિકા મધ્ય પ્રદેશના રેવાનાં છે અને તેમના પિતા ડોક્ટર છે. જો કે સાધ્વીનો પ્રેરણાસ્રોત તેમના દાદા છે. તેમના દાદા મધ્ય પ્રદેશમાં જુદાં જુદાં સ્થળે જતા ને રામાનંદી પરંપરા પ્રમાણે ભગવદ ગીતાનું પઠન કરીને લોકોને ગીતાનું મહત્વ સમજાવતા.
સાધ્વી સામે ભડકાવનારાં ભાષણો કરવાના કેસ થયા છે. મેંગલોરમાં તેમણે 2015માં પાકિસ્તાન સામે આગ ઓકતું પ્રવચન કર્યું તેના કારણે તે બહુ જાણીતાં થયાં. તેમણે કહેલું કે, ભારતનું ખાઈને પાકિસ્તાનની પ્રસંશા કરનારા લોકોને જાહેરમાં જૂતાંથી ફટકારવા જોઈએ.
સાધ્વીની બીજી કવિતાઓ પણ આગઝરતી છે. 'હિન્દુસ્તાન મેં રહેના હોગા, તો વંદે માતરમ કહેના હોગા' પણ હિન્દુવાદીઓમાં લોકપ્રિય છે. કટ્ટરવાદી મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસી સામે તે પ્રહારો કરે છે તેની સીડી પણ ધૂમ મચાવે છે.
આ કવિયત્રી સાધ્વી બાલિકા સરસ્વતી મિશ્રા લોકોમાં જાણીતા છે અને તેમણે જ આ કવિતા લોકોમાં જાણીતી કરી છે. બાલિકા સરસ્વતી માત્ર 21 વર્ષનાં છે અને ફાયરબ્રાન્ડ હિન્દુવાદી નેતા છે. પોતાની આગઝરતી વાણી માટે પ્રખ્યાત સાધ્વી બાલિકા સરસ્વતી વિશ્વ હિન્દુ પરિષદની સભાઓમાં ઘૂમ મચાવી દે છે.
અમદાવાદઃ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા પછી એક સૈનિક બસમાં 'કાશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગા' કવિતા ગાય છે એ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ ધૂમ મચાવી છે પણ બહુ ઓછા લોકો આ કવિતાને જાણીતી કરનાર વિશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -