અમદાવાદ ખાતે મળેલી કોળી સમાજની બેઠકમાં શું લેવાયો નિર્ણય? જાણો
બેઠકમાં કોળી સમાજના અનેક ધારાસભ્યો હોવા છતાં સારું મંત્રી પદ નથી મળી રહ્યું હોવાની ચર્ચા થઈ હતી. એટલું જ નહીં, નેતા વિપક્ષ માટે પણ કોળી સમાજની અવગણના થઇ હોવાની ચર્ચા થઈ. બંને પક્ષો વોટબેંક તરીકે ઉપયોગ ન કરે તે માટે આગામી દિવસોમાં ઓબીસી અને કોળી સમાજનું સંગઠન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, આજે મળેલી બેઠકમાં કુંવરજી બાવળીયા અને પરષોત્તમ સોલંકી હાજર રહ્યા નહોતા. નોંધનીય છે કે, કુંવરજી બાવળીયાને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ન બનાવાતા કોળી સમાજ નારાજ થઈ ગયો હતો અને તાબડતોબ બેઠક બોલાવી હતી. જોકે, આ બેઠક પહેલા જ કુંવરજી બાવળીયાએ નારાજ ન હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદઃ આજે અખિલ ભારતીય કોળી સમાજની અમદાવાદ સ્થિત સર્કીટ હાઉસ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં કોળી સમાજને બંને પક્ષોમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી હતી. જેના માટે બંને પક્ષોને પત્ર લખીને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. આ બેઠકમાં તમામ રાજ્યોના કોળી સમાજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -