CATમાં સુરતના મીતને 100 પર્સેન્ટાઈલ, બીજા કોણે કોણે મેળવી સિદ્ધીઓ, જાણો વિગત
કેટ ઉત્તિર્ણ કરવામાં બે સગા ભાઈનો પણ સમાવેશ થાય છે. મૂળ ભાવનગરના વિરાજ શેઠને 99.95 પીઆર આવ્યા છે. જ્યારે તેના મોટાભાઈ ગીતાંજ શેઠને 99.86 પર્સેન્ટાઈલ આવ્યા છે. અભ્યાસમાં બંને ભાઈ ધો.10થી આગળ-પાછળ રહે છે. આ બંને ભાઈની વિશિષ્ટતા એ છે કે બંને મૂળ ગુજરાતી મિડિયમમાંથી આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સેન્ટરમાં 99.98 પર્સેન્ટાઈલ સાથે પ્રથમ નંબર મેળવનાર અદિતી કવ્યા નિરમા યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષ અભ્યાસ કરે છે. તેના માતા-પિતાને ટેક્સ્ટાઈલની ફેક્ટરી છે. માતા-પિતામાંથી જ પ્રેરણા મેળવનાર અદિતીને અમદાવાદ, બેંગ્લુરુ અને કોલકાતા આઈઆઈએમમાંથી ફાઈનાન્સ વિષય સાથે એમબીએ કરવાની ઈચ્છા છે. એમબીએ કર્યાં પછી થોડો સમય નોકરીનો અનુભવ મેળવીને પછી પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવો છે. તેના માટે તે પિતા પાસેથી માર્ગદર્શન મેળવશે. તેણે મેથ્સમાં 99.86 પર્સેન્ટાઈલ મેળવ્યાં છે.
વડોદરાની એમએમ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થી નિરજ ભેંસાણિયાએ 99.92 પર્સન્ટાઈલ મેળવ્યાં છે. વડોદરાના અન્ય કેટલાંક વિદ્યાર્થીઓએ પણ ટેસ્ટમાં સુંદર દેખાવ કર્યો છે. રિટર્ન ક્લીયર કરનારા વિદ્યાર્થીઓ માટે આગામી ફેબ્રુઆરી મહિનાની 15મી તારીખ બાદ પર્સનલ ઈન્યરવ્યુ યોજાશે. જેના આધારે ફાઈલન મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
સુરતના સી.એ.ના ફાયનલ યરના વિદ્યાર્થી મીત અગ્રવાલે 100 પર્સેન્ટાઈલ મેળવીને દેશમાં સુરતનું નામ રોશન કર્યું હતું. મીત વિવિધ ત્રણ કેટેગરીમાં 100 પર્સેન્ટાઈલ મેળવવાની સાથે ઓવર ઓલ સ્કોર 245.11 અંક મેળવીને પ્રતિષ્ઠિત આઈ.આઈ.એમ અમદાવાદમાં પ્રવેશ ઈન્ટરવ્યુ માટેનો કોલ પણ મેળવી લીધો છે. મીતે જાણાવ્યું હતું કે, સી.એ. ફાઈનલની તૈયારી સાથે આ પરીક્ષાની તૈયારી થોડી ટફ રહેતી હતી પરંતુ એક વખત કેટમાં ઉત્તિર્ણ થવાનું નક્કી કર્યું હતું અને આખરે સફળતા મળી છે.
દરેક આઈઆઈએમનો કટઓફ સ્કોર જુદો જુદો હોય છે. આઈઆઈએમ-અમદાવાદમાં 99.99 કટઓફ સ્કોર રહેતો હોય છે. પરંતુ તેનાથી નીચેના સ્કોરવાળા વિદ્યાર્થીને પણ પ્રવેશ મળી શકે છે. ગુજરાતમાં ગત વર્ષે 10 હજાર સામે આ વર્ષે અંદાજે 12,000 વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષા આપી હતી. તેમાંથી 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ 99.99 સ્કોર મેળવવામાં સફળ રહ્યાં છે.
અમદાવાદ: મેનેજમેન્ટના અભ્યાસક્રમ માટેની વિખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન માટે લેવાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દેશભરના બે લાખ વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષા આપી હતી. જેમાંથી 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવવામાં 120 વિદ્યાર્થીઓ સફળ રહ્યાં હતા. ગુજરાતમાંથી અંદાજે 12,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ 99.99 પર્સન્ટાઈલ રેન્ક મેળવવામાં સફળ રહ્યાં હતા. જ્યારે 100 પર્સન્ટાઈલ રેન્ક મેળવવામાં એકમાત્ર સુરતનો મિત અગ્રવાલ સફળ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -