અમદાવાદ: નવા વર્ષના દિવસે જ પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી, આરોપીને કેમ છૂટી ગયો પરસેવો? જાણો વિગત
પોલીસે જણાવ્યા પ્રમાણે, દિલ્લુની હત્યા બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ જામવા લાગી હતી. આમ આરોપીઓ ગભરાઈને ભાગી ગયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત દિલ્લુને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વર્ષના દિવસે આરોપી તેના છ સાથીઓને લઈને આવ્યો અને દિલ્લુને કહ્યું હતું કે, મને વારંવાર ફોન કેમ કરે છે, ત્યાર બાદ તેને છરી મારી દીધી હતી. ત્યારબાદ આ ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એસજી હાઈવે નજીક આવેલી અંબિકા ચાલીમાં રહેતા યુવકની પત્નીને તેનો કુટુંબનો એક નજીકનો વ્યક્તિ ભગાડી ગયો હતો. ત્યાર બાદ દિલ્લુ પત્નીને પાછી મોકલવા માટે ભગાડી જનાર યુવકને વારંવાર કહેતો હતો. ત્યાર બાદ ભગાડી જનાર યુવકે તેને ધમકી આપી હતી કે, હવે તું ફોન કરીશ તો તારી હત્યા કરી નાખીશ.
અમદાવાદ: અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે શહેરના વસ્ત્રાપુરના નજીકના વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમીકાના પતિને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. નવા વર્ષના દિવસે જ દિલ્લુ નામનો શખ્સ પોતાના પરિવાર સાથે હતો ત્યારે રિક્ષા સવાર 6 લોકોએ ત્યાં આવી પહોંચ્યા અને તેને છરીના ઘા મારી હત્યા કરી દીધી. પરિવારજનોએ જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -