અમદાવાદઃ લકઝરીની ટક્કરથી થાંભલો સાયકલ ચાલક પર પડ્યો ને યુવકનું માથું થઈ ગયું ધડથી અલગ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતા બસ થાંભલા સાથે અથડાઇ હતી. જેને કારણે થાંભલો સાયકલ ચાલક પર પડ્યો હતો.
આ બનાવમાં સાયકલ ચાલકનું માથુ ધડથી અલગ થઇ જતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.
મળતી માહિતી પ્રમાણે રવિવારે રાતે 1 વાગ્યાની આસપાસ એક યુવક સાયકલ લઇને હરભોળાનાથ પાર્ક પાસેના હાઇવેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે નિરમા કંપનીની સ્ટાફ બસે તેને અડફેટે લીધો હતો.
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર પાર્કમાં ગઈ કાલે રાતે એક લકઝરીનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. લકઝરી સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાતા થાંભલો પડી ગયો હતો. આ થાંભલો એક સાયકલ સવાર પર એટલી જોરથી પછડાયો હતો કે, યુવકનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું. પોલીસે આ બનાવમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -