અમદાવાદી યુવતીને આર્મીમાં મેજર હોવાનું કહી આપી લગ્નની લાલચ, પછી આવ્યો કેવો અંજામ?
આ અંગેની વિગતો એવી છે કે, અમદાવાદની કાજલ(નામ બદલ્યું છે)ના એકવાર છૂટાછેડા થઈ ગયા છે. આ પછી તેના પિતાએ તેના બીજા લગ્ન કરાવવા માટે મેટ્રોમોનિયલ સાઇટ્સ પર દીકરીની પ્રોફાઇલ બનાવી હતી. આ પ્રોફાઇલને આધારે આરોપીએ પોતાની ખોટી પ્રોફાઇલ કબીર સિન્હાને નામે બનાવીને કાજલનો સંપર્ક કર્યો હતો. તેમજ કાજલને જણાવ્યું હતું કે પોતે આર્મીમાં મોટી પોસ્ટ પર છે અને પોતાની જાળમાં ફસાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે સાથે જ તેના રિમાન્ડ માટે કાર્યવાહી શરૂ કરી પુરાવા એકઠા કરવા કવાયત શરૂ કરી છે. સાથે જ સાબરમતી પોલીસે લોકોને અરજ કરી રહ્યા છે કે આ આરોપી દ્વારા અન્ય કોઈ સાથે આ રીતે છેતરપીંડીની કરી હોઈ તો સાબરમતી પોલીસનો સંપર્ક કરે.
પોલીસે આ ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ આરોપીનું નામ જુલિયન વિક્ટર સિન્હા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી અનેક દસ્તાવેજ કબ્જે કર્યા છે. આરોપી એટલો શાતિર છે કે પોતાની અલગ અલગ પ્રોફાઈલ બનાવી છે, જેમાં અલગ અલગ ઓળખ આપી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર જેટલી મહિલાઓ સાથે લગ્ન કરી ચુક્યો છે. પોલીસને શંકા છે કે આ આરોપીએ દેશભરમાં અનેક યુવતીને પોતાનો શિકાર બનાવી હોઈ શકે છે.
આ પછી કાજલ અને આ આરોપી પરિચયમાં આવ્યા હતા. તેમજ આરોપીએ આર્મીમાં મેજર તરીકે પરિચય કેળવી લગ્નની લાલચ આપી હતી. દરમિયાન તેણે પોતાની માતા બીમાર હોવાનું અને તેમને કેન્સર જેવી બીમારી હોવાનું જણાવી યુવતી પાસેથી 30 લાખ રૂપિયા માગ્યા હતા. જેથી કાજલે તેને આપ્યા હતા. દરમિયાન કાજલના પિતા આરોપીના ઘરે લગ્નની વાત કરવા માટે ગયા ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખબર પડી હતી. આથી તેમણે આરોપી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ શહેરની એક યુવતીને મેટ્રોમોનિયલ સાઇટ્સ પરથી મુરતીયો શોધવાનું ભારે પડી ગયું છે. મુરતિયાએ પોતાને આર્મીમાં મેજર હોવાનું જણાવીને યુવતીને લગ્નની લાલચ આપી હતી. આ લગ્નની લાલચમાં યુવતીને ભારે નૂકસાન ભોગવવું પડ્યું છે. સાબરમતી પોલીસે આ ચીટરની ધરપકડ કરતાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યુવક અગાઉ ચાર યુવતીઓ સાથે લગ્ન કરી ચૂક્યો છે. એવી પણ શંકા સેવવામાં આવી રહી છે કે, આ કેટલીય યુવતીને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -