રેશમા પટેલની અશ્લીલ તસવીરો વાયરલ કરવા બદલ રાજકોટના ક્યા યુવકની થઈ ધરપકડ ? જાણો વિગત
હવે ભાજપમાં સામેલ થયેલા રેશ્મા પટેલના મોર્ફ્ડ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા ઉપર વહેતા કરી બદનામ કરવાની ફરિયાદ નવેમ્બર 2017માં નોંધાઈ હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચનીપ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલી હતી કે, હાર્દિક પટેલ નામની ફેસબૂક પ્રોફાઈલ હાર્દિક પટેલ નામનો એન્જિનિયર ઓપરેટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફરીયાદને આધારે સાયબર ક્રાઇમબ્રાંચ અમદાવાદે રાજકોટથી મનીષ મનસુખભાઈ ઠુમરની ધરપકડ કરી છે. રેશમા પટેલ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરનારા, મોર્ફડ ફોટો વાયરલ કરનારા અન્ય આરોપીઓની ધરપકડ પોલીસે આરંભી છે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નાં ભૂતપૂર્વ કન્વિનર અને હવે ભાજપનાં નેતા રેશમા પટેલની મોર્ફ્ડ કરેલી અશ્લિલ તસવીરો વાયરલ કરવાના કેસમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચે રાજકોટથી મનીષ મનસુખભાઈ ઠુમર નામના યુવકની ધરપકડ કરી છે.
ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર દ્વારા રેશમા પટેલ વિશે અભદ્ર લખાણ લખનારા, ગંદી ગાળો બોલનારા તથા મોર્ફડ અને એડીટેડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરનારી અજાણી વ્યક્તિઓ સામે રેશમા પટેલે સાયબર ક્રાઇમમાં ફરીયાદ કરી હતી.
નગ્ન ચિત્રોનો ઉપયોગ કરવા ઉપરાંત હાથ-પગ તોડી નાંખવાની અને જાનથી મારી નાંખવાની, બળાત્કારની ધમકીઓ આપવામાં આવે છે. રેશમા પટેલને બદનામ કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરવાનું ચાલુ રાખવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં કહેવાયું હતું કે, નટવરલાલ બુટાણી, આહીર ભીમજી, હાર્દિક પટેલ, દક્ષ મોઢવાડિયા અને હાર્દિક પટેલ બહેન રેશમા પટેલ વિશે આપત્તિજનક ટિપ્પણી, ફોટા અને બિભત્સ કવિતાઓ અપલોડ કરતા રહ્યાં છે. ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ બિભત્સ લખાણો અને પાયાવિહોણી સ્ટોરીઓ ઘડી બદનામી કરવામાં આવી છે.
તેમણે ફરિયાદ કરી હતી કે, સામાજીક આગેવાન અને ધર્મના બહેન રેશમા પટેલ વિશે ફેસબૂક, ટ્વીટર, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયામાં આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે મોર્ફ્ડ ફોટા, વીડિયો અને ટિપ્પણીઓ સતત અપલોડ કરવામાં આવે છે.
પાંચ ફેસબૂક પ્રોફાઈલ પૈકીની એક પ્રોફાઈલ પાટીદાર આંદોલનકારની હોવાની વિગતો પણ બહાર આવી હતી પણ કોઈ પગલાં નહોતાં લેવાયાં. રેશમા પટેલ વતી તેમના ભાઈ અને ઠક્કરબાપાનગરમાં રહેતા પાર્થ ઉર્ફે સન્ની ઉંજીયાએ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -