ઉના: યુવતીએ છેલ્લી ઘડીએ કેમ લગ્નની પાડી દીધી ના? જાન લીલાતોરણ પાછી ફરી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના કહેવા મુજબ રૂપલ નામની કન્યાએ તેની અને તેના પરિવારની મરજીથી લગ્ન કરતાં હોવાનું નિવેદન આપતાં પોલીસ પરત ફરી હતી. જો કે અંતે ફેરા સમયે રૂપલે પોતાનું મૌન તોડતા જાનૈયા સહિત તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં.
લગ્નના દિવસે પોલીસ કંટ્રોલને એક નનામો ફોન કોલ પણ આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે દેલવાડા ગામે યુવતીનાં લગ્ન તેની મરજી વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે, જેથી ઉના પોલીસ દેલવાડા પહોંચી હતી અને રૂપલ નામની કન્યાની પૂછપરછ કરી હતી.
સંદિપની જાન બેન્ડ બાજા સાથે દેલવાડા પણ આવી પહોંચી હતી અને શરૂઆતની તમામ વિધિ થઈ ગઈ હતી અને હસ્ત મેળાપ પણ થયા પરંતુ ગોર મહારાજે ફેરા ફરવાનું કહ્યું ત્યાં જ કન્યા બોલી ‘મારે ફેરા નથી ફરવા’ બંન્ને પક્ષો દ્વારા રૂપલને સમજાવવામાં આવી પરંતુ રૂપલ પોતાની વાત પર અડગ રહી અને સંદીપને ખાલી હાથ પોતાના ગામ નાણંદ પરત ફરવું પડ્યું હતું.
ઉના તાલુકાના નણાંદ ગામે રહેતા સંદીપ વાજા નામના યુવાનનાં લગ્ન નિર્ધાયા હતા અને રવિવારે ઉનાના દેલવાડા ગામે જાન લય પરણવા જવાનું હતું. વાજા પરિવારના પુત્રના લગ્નને લઈને વાજા પરિવાર ખુશખુશાલ હતો તો બીજી તરફ દેલવાડા ગામે જે યુવતીને ઘરે સંદિપ પરણવાનો હતો ત્યાં પણ ખુશીનો માહોલ હતો.
સંદીપે જણાવ્યું હતું કે, અમે ફોનમાં વાત પણ કરતાં હતાં. જૂનાગઢ અને દીવ સાથે ફરવા પણ જતાં હતા પરંતુ ક્યારેય તેને મને કોઈ જ વાત કહી ન હતી કે તે લગ્ન કરવા નથી માંગતી.
પરંતુ ગોર મહારાજે જ્યારે ફેરા ફરવાનું આહ્વાન કરતાં જ કન્યાએ લગ્ન કરવાની ના પાડી દેતાં હાજર તમામ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે વરરાજા સંદિપે જણાવ્યું હતું કે એ વાતની ખબર નથી કે આખરે રૂપલે છેલ્લી ઘડીએ શા માટે ફેરા ફરવાની ના પાડી, રૂપિલ સાથે છેલ્લા અઢી વર્ષથી સગાઈ હતી.
ગીર-સોમનાથ: ઉના તાલુકાના દેલવાડા ગામે કન્યાએ ફેરા ફરવાની ના પાડતા જાન લીલાતોરણે પાછી પરી હતી. આ ઘટના ગીરસોમનાથમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાજતે ગાજતે જાન આવી અને હસ્તમેળાપ સુધીની વિધિ પણ થઈ ચૂકી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -