અમદાવાદઃ યુવકે યુવતી સાથે બે વર્ષ સુધી રાખ્યા સેક્સસંબંધ, ગર્ભવતી થતાં શું કર્યું?
આ અંગેની વિગતો એવી છે કે, નરોડામાં માતા-પિતા સાથે રહેતી 27 વર્ષીય યુવતી બે વર્ષ પહેલા નરોડાની હરિદ્વાર સોસાયટીમાં રહેતા ગૌરાંગ પ્રજાપતિ સાથે સંપર્કમાં આવી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધમાં તેમણે તમામ મર્યાદા વટાવી દીધી હતી. બંને વચ્ચે સતત બે વર્ષ સુધી શારીરિક સંબંધો રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતી ગર્ભવતી બની જતાં ગૌરાંગ તેને ગત ત્રીજી જૂને પ્રિયલ હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાં ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. ગર્ભપાત પછી યુવતીએ લગ્નની વાત કરતાં તેણે પોત પ્રકાશ્યું હતું અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. બે વર્ષ સુધી સંબંધો રાખ્યા પછી ગર્ભપાત કરાવી દેતા યુવતીએ ગૌરાંગ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં યુવતીને આ જ વિસ્તારના યુવકે બે વર્ષ સુધી ભોગવ્યા પછી લગ્નનો ઇનકાર કરી દેતા યુવતી પોલીસના શરણે આવી છે. શારીરિક સંબંધો દરમિયાન યુવતી ગર્ભવતી થઈ જતાં યુવકે હોસ્પિટલે લઈ જઈને ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. એટલું જ નહીં, લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી ભોગવ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ગૌરાંગે લગ્નની લાલચ આપી હોવાથી યુવતીએ તેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું. બે વર્ષમાં ગૌરાંગ યુવતીને અવાર-નવાર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -