ગુજરાતમાં ખાનગી પેટ્રોલ પંપો ખંખેરે છે ગ્રાહકોને, જાણો પેટ્રોલ-ડીઝલમાં લિટરે કેટલા વધારે રૂપિયા લે છે ?
આમ સરકારી કંપનીઓના ડીલરો કરતા લગભગ પોણા ત્રણ રૃપિયા વધારે હોવા છતાં ખાનગી કંપનીના પેટ્રોલપંપો બિંદાસ વેચાણ કરી રહ્યા છે. કેટલાક પેટ્રોલપંપો પર બહાર સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે તેવા લખાણો સાથેના બોર્ડ પણ મુકવામાં આવે છે. ડીલરોએ આજે એવો અવાજ ઉઠાવ્યો હતો કે આખા દેશમાં એક જ ભાવ હોવો જોઇએ તેમ વડાપ્રધાન ઇચ્છે છે તો પેટ્રોલ અને ડિઝલના ભાવો અલગ અલગ કેમ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે સરકાર સંચાલિત ઓઇલ કંપનીઓના પેટ્રોલપંપો પર એક લીટર પેટ્રોલનો ભાવ ૬૪.૩૫ રૂપિયા છે જ્યારે ખાનગી કંપની શેલના પેટ્રોલપંપ પર ૬૬.૮૫ રૂપિયા ભાવે એક લિટર પેટ્રોલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદઃ રાજ્યમાં ખાનગી કંપનીઓ સંચાલિત પેટ્રોલપંપો દ્ધારા ખુલ્લેઆમ ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી હોવાની વાત સામે આવી છે. વાસ્તવમાં સરકારી પેટ્રોલપંપો અને ખાનગી કંપનીઓ સંચાલિત પેટ્રોલપંપો પર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં આસમાન જમીનનો ફેર હોવા છતાં સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.
મળતી વિગતો અનુસાર, સરકારી અને ખાનગી પેટ્રોલપંપો પર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો ફેરફાર જોવા મળે છે. સરકાર સંચાલિત ઓઇલ કંપનીઓના ડિલરો પર જ કેમ લાદવામાં આવે છે તે અંગે પણ આજે ઓઇલ કંપનીઓના ડીલરોની મીટીંગમાં સવાલો ઉઠ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -