આ ઉદ્યોગપતિને છ વર્ષથી પત્ની સાથે નથી શારીરિક સંબંધ, કોર્ટમાં અરજી કરી શું કહ્યું?
અમદાવાદ: પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમિલી કોર્ટમાં છુટાછેડા મેળવવા માટે અરજી કરી છે. આ અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. દેશભરમાં માતબર રકમ લઈને છુટાછેડા લેવાની આ બીજી ઘટના છે તેવું જાણવા મળ્યું છે. 200 કરોડ ચુકવીને છુટાછેડા લેવાનો આ બીજો કિસ્સો છે. આવો અહેવાલ ગુજરાતના જાણીતા અખબારમાં છપાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1000 કરોડની સંપત્તિ ધરાવતા કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકા વચ્ચે 29મી ઓગષ્ટના રોજ ઝઘડો થતાં સોલા પોલીસ મથકમાં મામલો પહોંચ્યો હતો. ત્યારે પોલીસ મથકમાં બન્નેને અલગ-અલગ રૂમમાં બેસાડીને કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.
ફેમિલી કોર્ટમાં કેડિલા ફાર્માસ્યુટિક્લ કંપનીના માલિક રાજીવ મોદીએ તેમની પત્ની મોનિકાએ છુટાછેડાની અરજી કરવાની હોવાથી સવારથી તેનું કવરેજ કરવા માટે કોર્ટ સંકુલમાં ઉમટી પડ્યા હતા. જોકે, મોનિકા પટેલના એડવોકેટ આવીને પરસ્પરની સંમતિથી છુટાછેડા મેળવવાની અરજી ફાઈલ કરીને નિકળી ગયા હતા.
સાથો- સાથ બન્ને 2012થી લગ્ન જીવનનો હક્ક ભોગવતા નહીં હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ઓક્ટોબરના અંત સુધીમાં ફેમીલી કોર્ટમાં નિર્ણય આવી શકે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે છુટાછેડાના કિસ્સામાં સંમતિથી કોર્ટમાં અરજી કરવામાં આવે તો કોર્ટ બન્ને જણાંને વિચારવા માટે છ મહિનાનો સમય આપતી હોય છે પરંતુ સુપ્રિમ કોર્ટે તાજેતરમાં છુટાછેડાનો સંમતિના કેસમાં ઝડપી નિર્ણય લેવા કરેલા આદેશ આ છુટાછેડાની અરજીમાં ટાંકવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -