પુલવામામાં શહીદ થયેલા આઠ જવાનોના પરિવારને મોરારિબાપુ આપશે 10 લાખ રૂપિયાની આર્થિક સહાય
શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડા દ્વારા રૂ.1.25 લાખ અર્પણ કર્યા હતા. પૂજ્ય બાપુની આ અપીલના પ્રતિસાધ રૂપે વિશ્વભરના રામકથાના શ્રોતા દ્વારા રૂ.5.25 કરોડ એકત્ર થયા હતા. તેમાંથી અલગ અલગ રાજ્યમાં સહાય પહોંચાડાઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પૂર્વે યુ.કે.-લંડન ખાતે પૂ.મોરારિ બાપુની રામકથા યોજાઈ હતી. જેના પ્રથમ દિવસે જ તેમણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દેશના વિવિધ પ્રાંતમાં આવેલા પૂરને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં સંવેદના રૂપે સૌને યથાશક્તિ યોગદાન કરવા અપીલ કરી હતી.
જયદેવભાઈ માંકડે જણાવ્યું હતું કે પૂજ્ય મોરારિ બાપુ દ્વારા સાંત્વનારૂપે શહીદોના પરિવારજનોને કુલ મળીને રૂપિયા દસ લાખની સહાય મોકલવામાં આવી છે. સરકારના સંબંધિત વિભાગમાંથી આ શહીદોના સરનામા મેળવી તેઓનાં પરિવારજનોને આ રકમ પહોચાડવામાં આવશે.
અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના પુલવામામાં શનિવારે પોલીસ લાઈનમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 જવાન શહીદ થયાં હતાં. શહીદ જવાનોના પરિવારજનોને મદદ માટે પૂજ્ય મોરારજી બાપુએ 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પૂજ્ય મોરારિ બાપુએ પ્રત્યેક પરિવારને રૂપિયા 1.25 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -