ચેક બાઉન્સ થતાં BJPના પ્રદેશ પ્રમુખ વાઘાણી વિરુદ્ધ જાહેર કરાયું બિનજામીન પાત્ર વોરંન્ટ
ત્યારબાદ ફરિયાદીની અરજીને ધ્યાને લઈને મુંબઈની કોર્ટે ગુજરાત પોલીસની ટીકાના વલણની સાથે નોનબેલેબલ વોરંટ કાઢ્યું અને મુંબઈ પોલીસને વોરંટ બજાવવા માટે ભાવનગર જવા હુકમ કર્યો હતો. તારીખ ર,એપ્રિલ તથા ૩, એપ્રિલના રોજ મુંબઈ પોલીસે ભાવનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા તેમના ભાગીદારોને વોરંટ બજાવવા પ્રયત્ન કરતા તહોમતદારો ઘેર નહીં મળી આવતા તેનું પંચનામું કર્યુ હતું. આમ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે મુંબઈ કોર્ટનું નોનબેલેબલ વોરંટ ઇસ્યુ થયેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસ ખોટો છે અને રદ થવો જોઈએ તેમ કહીને શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય દ્ધારા ઉપરની અદાલતમાં અપીલ કરવામાં આવી હતી જે અપીલમાં ખોટી ફરિયાદ છે અને અમે રૂપિયા આપી દીધા છે તેવી રજૂઆત હતી. પરંતુ એપેલેટ કોર્ટે બંન્ને પક્ષકારો તથા દસ્તાવેજી પુરાવાને ચકાસ્યા બાદ જીતુભાઈ વાઘાણી સહિત ઈવા ગ્રુપ કંપનીના ભાગીદારોની ક્રિમીનલ રીવીઝન અપીલો કાઢી નાખી હતી અને સ્પષ્ટ નોંધ્યું હતું કે, દસ્તાવેજી પુરાવાને જોતા જે કંઈ મેજિસ્ટ્રેટ કોર્ટે ગુન્હાની નોંધ લીધી છે તે વ્યાજબી છે. ત્યારબાદ મુંબઈની કોર્ટે બે વખત બેલેબલ વોરંટ શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય સામે કાઢ્યું હતું પરંતુ ગુજરાત પોલીસે આ વોરંટની બજવણી થઈ શકી નથી તેમ કહીને પરત કર્યું હતું.
પ્રથમ હપ્તા પેટે આપવામાં આવેલો ચેક જયારે મુંબઈ ખાતે બેંકમાં જમા કરવામાં આવ્યો ત્યારે તે ચેક ડીસઓનર થવાથી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ૫૮ નંબરની કોર્ટ બાંદ્રા મુંબઈ ખાતે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ સાથે ૧૪૧ નીચે ક્રિમીનલ કેસ દાખલ થયો હતો જેમાં ઈવા ગ્રુપ ઓફ કંપનીના ભાગીદાર અને હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને તહોમતદાર તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી વિરુદ્ધ મુંબઈની કોર્ટે બિનજામીન પાત્ર વૉરંટ ઇશ્યુ કર્યું છે. 19 લાખ રૂપિયાના ચાર ચેક બાઉંસ થવાના કેસમાં જીતુ વાઘાણી સામે બિનજામીન પાત્ર વોરંન્ટ કાઢવામાં આવ્યું છે. જોકે, ગુજરાત ભાજપે વૉરંટના મામલાને બદનામીનો પ્રયાસ ગણાવ્યો હતો.
લાંબા સમય સુધી ટાઈટલ ક્લીયર ન થવાથી સોદો રદ થયો હતો અને ઈવા ગ્રુપ ઓફ કંપનીએ પરત આપવાના સમાધાનકારી લખાણ કર્યા હતા અને તે સમયે પ્રથમ હપ્તામાં ૨૪ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને ત્યાર બાદ બાકીના પૂરેપુરા પૈસા એટલે કે ત્રણ કરોડ અને તેના વ્યાજ તથા અનુવંશીક નાણાં આપવાના હતા.
મળતી વિગતો અનુસાર, ખૂબ જ કિંમતી એવી સ્ટેન રોઝ સ્ટીલ લિમીટેડ (વોલ્વો સ્ટીલ તરીકે ઓળખાતી) ની જમીન તથા ફેક્ટરી હાઈકોર્ટ દ્ધારા થયેલી જાહેર હરાજીમાં ઈવા ગ્રુપ ઓફ કંપનીઝએ ખરીદી હતી. આ કંપનીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ભાગીદાર હતા. આ સમગ્ર મિલકત ૧૦.૮૫ કરોડ રૂપિયામાં તા. ૨૭/૦૮/૨૦૧૦ના રોજ ખરીદવામાં આવી હતી. ત્યાર બાદ આ જ મિલકત ઈવા ગ્રુપ ઓફ કંપનીઝએ મુંબઈની નોવેલ્ટી પાવર ઇન્ફ્રાટેક કંપનીને ખૂબ મોટી કિંમતે વેચી હતી અને આ વેચાણ પેટે ત્રણ કરોડ રૂપિયા લીધા હતા.
ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે બીન જામીનપાત્ર વોરંટ ઇશ્યુ મામલે રાજકારણ ગરમાયું છે. મળતી વિગતો અનુસાર, જીતુ વાઘાણી અને તેમના ભાગીદારે આપેલા 19 લાખના ચાર ચેક બાઉંસ થયા હતા, જેથી મુંબઇ કોર્ટે તેમને વોરંટ ઇશ્યુ કર્યુ હતું. બેંક ખાતામાં અપુરતી રકમ હોવાના કારણે ચેંક બાઉંસ થયા હતા,આ મામલે પ્રદેશ ભાજપે જીતુ વાઘાણીને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -