Exit Poll 2024
(Source: Poll of Polls)
પાલડી અને એલિસબ્રિજની સોસાયટીઓમાં લાલ ચોકડીનાં નિશાન લાગતાં ફફડાટ, જાણો કેમ લગાવાઈ આવી ચોકડી?
વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારોએ પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું હતું કે અહીં બંને કોમના લોકો વર્ષોથી શાંતિ અને ભાઈચારા સાથે રહે છે. અમને ક્યારેય મોડી રાતે પણ ઘરના બહાર નીકળવામાં ડર લાગતો નથી. વિસ્તારમાં રહેતા અન્ય એક રહેવાસી ઝફર સુરેશવાલાએ કહ્યું હતું કે ‘મોદી સાહેબ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે પરંતુ 2002 બાદની કોઈપણ ચૂંટણીમાં આટલું નફરતનું કેમ્પેઇન કરવામાં આવ્યું નથી. તો શું એવું માનીએ કે આ ભાજપ મોદી સાહેબની સાથે નથી?’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ મુદ્દે અમદાવાદ કોર્પોરેશનના બે વિરોધાભાસી વિધાન બાદ મામલો વધુ ગુંચવાયો હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય અધિકારી નીતિન પ્રજાપતીએ જણાવ્યું હતું કે, માર્ક સેનિટેશન અધિકારીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિયિપલ કમિશ્નર મુકેશ કુમારે જણાવ્યું હતું કે જે માર્ક વિસ્તારમાં જોવા મળ્યાં છે તે કોર્પોરેશનના કર્મચારીઓએ લગાવેલા માર્ક કરતા જૂદા છે. જ્યારે પોલીસ કમિશ્નર એ.કે. સિંહે જણાવ્યું હતું કે લાલ ચોકડી સેનિટેશન વિભાગ દ્વારા જ લગાવવામાં આવી છે. તેમ છતાં આ મામલે ખાસ પોલીસ કમિશ્નર કે.એલ.એન. રાવની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે.
આ અંગે તાત્કાલિક સક્રિય બનેલી પોલીસની તપાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પહોંચી હતી. જેમાં બહાર આવ્યું કે આ રેડ ચોકડીઓ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતાં મ્યુનિ.ના વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે લગાવવામાં આવનાર GPS સિસ્ટમ માટે માર્ક કરવામાં આવી છે. વાહન રૂટમાં બરાબર જાય છે કે કેમ? તેનું સર્વલન્સ કરવા GPSની ચિપ લગાવવા માટે ચોકડીઓ લગાવવામાં આવી હતી. જોકે સ્થાનિક રહેવાસીઓની દલીલ છે કે તો તેમને આ માટે પહેલા જાણ કરવી જોઈતી હતી. અમને હજુ સુધી કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી.
પાલડીના જે વિસ્તારોમાં આ પ્રકારે ચોકડી જોવા મળી હતી તેમાં અમન કોલોની, નાશેમન એપાર્ટમેન્ટ, ટાગોર ફ્લેટ્સ અને આશિયાન એપાર્ટમેન્ટ્સ, તક્ષશિલા કોલોની સહિતાની રહેણાંક સોસાયટી છે. લોકોમાં વ્યાપેલા ડર પાછળ મુખ્યરૂપે સોમવારે વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર છે. જેમાં લખવામાં આવ્યું હતું કે પાલડીને બીજુ જુહાપુરા બનતા બચાવો જો.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઈ બદઈરાદાપૂર્વક તો આ નથી કરી રહ્યુંને તેવી આશંકા સાથે વિસ્તારના જાગૃત નાગરીકોએ આ ઘટનાની જાણ તાત્કાલિક ચૂંટણી કમિશ્નર અને પોલીસ કમિશ્નરને કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શા માટે મુસ્લિમ રહેઠાંકો પર આ પ્રકારની ચોકડી કરવામાં આવી છે તેની પોલીસ સ્પષ્ટતા કરે.
અમદાવાદ: પાલડી અને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી અંદાજે 10 જેટલી મુસ્લિમ સોસાયટી અને કેટલીક હિંદુ સોસાયટીઓના ગેટ કે દિવાલ ઉપર રાતોરાત લાલ રંગની ‘ચોકડી’ લગાવી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતવારણ જોવા મળ્યું હતું. તેમાં પણ સોમવારે આ વિસ્તારમાં એવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં કે આ વિસ્તાર ‘સંપૂર્ણ મુસ્લીમ કોલોની’ બની જશે. જેના કારણે લાલ સોસાયટી અને ઘરો પર લાલ ચોકડી લગાવવાના પ્રકરણથી રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -