હાર્દિક પરની ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ ખરીદશે કોંગ્રેસ, પછી ફિલ્મનું શું કરશે? જાણો કોંગ્રેસની રસપ્રદ યોજના
અમદાવાદ: ગુજરાતમાં પાટીદારો દ્વારા ચલાવવામાં આવતા અનામત આંદોલન પર બનેલી ગુજરાતી ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ને સેન્સર બોર્ડે મંજૂરી ન આપતા રિલીઝ થઇ ન હતી. ફિલ્મ રિલીઝ ન થતાં ફિલ્મના પ્રોડ્યુસર દીપક સોનીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેન્સર બોર્ડ વિરુદ્ઘ દીપક સોની હાઇકોર્ટમાં ગયા હોવાથી હાલમાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સેન્સર બોર્ડે ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકતા દીપક સોની સહિતના ફાઇનાન્સરોના રૂ.1 કરોડ ફસાઇ ગયા હતાં.
રજા મુરાદ, અલી ખાન, જયશ્રી ટી, દેવેન્દ્ર પંડિત સહિત 100થી વધુ કલાકારોએ ફિલ્મમાં રોલ ભજવ્યો હતો. ગત વર્ષે ઓગસ્ટમાં ફિલ્મ તૈયાર થઇ જતા મંજૂરી માટે સેન્સર બોર્ડમાં મોકલવામાં આવી હતી.
કોંગ્રેસ તરફથી ‘પાવર ઓફ પાટીદાર’ ફિલ્મ ખરીદીને હાર્દિક પટેલના સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવશે. આમ, આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઈબર વોર વધુ ઉગ્ર બનશે. ગુજરામાં પાટીદારો પાસ કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં અનામત આંદોલન ચલાવી રહ્યા છે.
મુંબઇમાં આવેલા સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ ગુજરાતની શાંતિ માટે જોખમી હોવાનું કારણ આગળ ધરીને તેના રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સેન્સર બોર્ડના નિર્ણયથી નારાજ દીપક સોનીએ દિલ્હીમાં આવેલા સેન્સર બોર્ડમાં અપીલ કરી હતી, પરંતુ ત્યાં પણ તેને નિરાશા મળી હતી.
ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન પર ગત વર્ષે પ્રોડ્યુસર દીપક સોનીએ ‘પાવર ઓફ પાટીદાર’ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં હાર્દિક પટેલનો રોલ સંજય દવેએ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -