નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓને કેમ એક દિવસ વધારે ગરબે ઘૂમવા મળશે ? જાણો રસપ્રદ વિગત
નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે. આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.
આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.
આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.
આ વખતે વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -