અમદાવાદઃ ભત્રીજાએ ફોઈ સાથે પરાણે શારીરિક સંબંધ બાંધી ઉતાર્યો વીડિયો, પછી વારંવાર સંતોષી હવસ, ફોઈએ પતિને કરી વાત ને.........
જો કે, આજ દિવસે પ્રિયા એકલી ઘરે હતી, ત્યારે બપોરે બે વાગ્યે પરેશ તેના ઘરે આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી ડરી ગયેલી પ્રિયાએ ભત્રીજાની હરકતો અંગે પતિને વાત કરતાં તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ભત્રીજા સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: શહેરના કૃષ્ણનગરમાં રહેતી યુવતી પર કૌટુંબિક ભત્રીજાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ભત્રીજાએ યુવતી સાથે બળાત્કાર ગુજારી તેની વીડિયો ક્લિપ ઉતારી લીધી હતી અને આ વીડિયો ક્લિપ બતાવી તે યુવતીને બ્લેકમેલ કરતો હતો. પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
એક દિવસ ફુઆ નોકરીએ જતાં પરેશે પ્રિયા સાથે પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા અને પછી તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ પછી તેણે વીડિયો બતાવી પ્રિયા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરેશનો ત્રાસ વધતાં પ્રિયાએ ગત પહેલી જાન્યુઆરીએ ભત્રીજાને સમજાવી તેના ઘરે પાછો મોકલી દીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, 32 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) પોતાના પતિ સાથે કૃષ્ણનગરમાં રહે છે. છેલ્લા દોઢ વર્ષથી પ્રિયાનો કૌટુંબિક ભત્રીજો પરેશ(નામ બદલ્યું છે) પણ રહેતો હતો. ત્યારે છ મહિના પહેલા પરેશની નજર ફોઇ પર બગડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -