ફિક્સ પગારદારોના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ફરી કેમ મુદત પડી? હવે ક્યારે થશે સુનાવણી? જાણો મહત્વની વિગત
સુપ્રીમ કોર્ટ ફિક્સ પગારદારો માટે જાહેર કરાયેલા આ પગાર ધોરણને માન્ય ના રાખે અને તેમને કાયમી કર્મચારીઓના પગારધોરણનો લાભ આપવા આદેશ આપી શકે. સાથે સાથે કર્મચારીઓને તેમની ફિક્સ પગારની નોકરીમાં જોડાવાની તારીખથી પગારવધારો આપવાનો આદેશ પણ આપી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિક્સ પગારદારોની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ રાજ્યના નાણાં વિભાગે પસાર કરી દીધો છે. 2006 પછી ભરતી થયેલા ગુજરાત સરકારના તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.
આ કેસમાં હવે પછીની સુનાવણી સમયે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરીમાં કરાયેલા પગારવધારા અને બીજા લાભો અંગે સુપ્રીમ કોર્ટ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. ગુજરાત સરકારે તે અંગેની પ્રક્રિયા આરંભી દીધી છે ત્યારે સુપ્રીમ તેના પર મંજૂરીની મહોર મારે છે કે નહીં તે જોવાનું રહે છે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઘણી બધી બાબતોનો આધાર છે. ગુજરાત સરકારે કરેલા પગાર વધારાને માન્ય રાખવાથી માંડીને પાછલા સમયના એરીયર્સ સુધીની બાબતો અંગે સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને આદેસ આપી શકે. . સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારદારો વતી આ કેસ યોગક્ષેમ ફાઉન્ડેશન લડે છે.
ગુજરાતની વિજય રૂપાણી સરકારે જંગી પગાર વધારો આપીને ખુશ કરી દીધા તેના કારણે સુપ્રીમ કોર્ટમાં ચાલતા ફિક્સ પગાર અંગેના કેસની વાત ભૂલાઈ ગઈ છે. તેના કારણે આ કેસની સુપ્રીમ કોર્ટમા હવે પછી ક્યારે સુનાવણી થશે તેની ચર્ચા હવે ફિક્સ પગારદારો પણ કરતા નથી.
ગુજરાતના ફિક્સ પગારદારોના કેસને સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના ગોપાલ કુમાવતના કેસ સાથે જોડી દીધો છે. ગોપાલ કુમાવતે રાજસ્થાનમાં ફિક્સ પગારની પ્રથાને પડકારી હતી અને હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં 5 મેના રોજ આગામી સુનાવણી થવાની શક્યતા છે.
અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારોને કાયમી કર્મચારીઓ જેટલો પગાર અને અન્ય લાભો આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં ફરી એક વાર મુદત પડી છે. સુપ્રીમ કોર્ટમાં 31 માર્ચ, 2017ના રોજ સુનાવણી હાથ ધરાવાની હતી પણ રાજસ્થાન સરકારે મુદત માગતાં હવે 5 મેના રોજ આ કેસમાં સુનાવણીની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -