અમદાવાદમાં નીતિન આયોગના ચેરમેનના કાફલાને નડ્યો અકસ્માત, એકસાથે 12 કાર અથડાઈ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅકસ્માત બાદ પોલીસે ગાડીઓને રસ્તાની બાજુમાં મૂકી દીધી હતી. તેમજ ગાડીમાં સવાર લોકોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. કાફલામાં રહેલી પોલીસની ગાડીની પણ ટક્કર વાગી હતી. અકસ્માતને કારણે કારને નુકસાન થયું હતું. પોલીસની પાઇલટ વાનને પણ અકસ્માત નડ્યો હતો.
અમદાવાદના શાંતિપુરા સર્કલ નજીક નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંતના કાફલાને અકસ્માત નડ્યો હતો. અમિતાભ કાંતના ગાડીઓના કાફલાની 12 ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. એકની પાછળ એક એમ 12 ગાડીઓ અથડાઈ હતી. સદનસિબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં જોકે તેમને લેવા અને મૂકવા માટે ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ દરમિયાન નીતિ આયોગના ચેરમેનના કાફલાને અમદાવાદ પાસેની શાંતિનગર ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક સાથે 12 જેટલી ગાડીઓ અથડાઈ હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -