નીતિન પટેલે પાટીદારોને નહીં પણ આ સમુદાયને ઓબીસીમાં સમાવવા લખ્યો પત્ર, જાણો વિગત
સમિતી દ્વારા આવેદન પત્રના બીજા જ દિવસે નીતિન પટેલે પછાત વર્ગો માટેના પંચના ચેરમેનને પત્ર લખી આ અંગેની ભલામણ કરી હતી. પટેલે આવેદનપત્રનો હવાલો આપી ખેડૂતોને ઓબીસીમાં સમાવવા માટેના સર્વેની કામગીરી ઝડપથી કરવા બાબતે ભલામણ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતોનો વિકાસ થાય અને સ્વમાન સાથે જીવી શકે તે માટે સરકારે સર્વે કરી તેમને ઓબીસીમાં સમાવવા જોઈએ. ખેડૂતોનો ઓબીસીમાં સમાવેશ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારની નોકરીઓમાં ભરતી રોકવા સહિતની બાબતો અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્ર લખીને નોંધ મૂકી છે કે ખેડૂતોનો ઓબીસીમાં સમાવવા કરવા માટેના સરવેની કામગીરી ઝડપથી કરવી. ખેડૂત અધિકાર સમિતિ ગુજરાત રાજ્યના પ્રમુખ મણીલાલ કે પટેલે ખેડૂતોનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે રજૂઆત કરી હતી.
રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કેન્દ્રીય ઓબીસી કમિશનને પત્ર લખીને રાજ્યના ખેડૂતોનો ઓબીસીમાં સમાવેશ કરવા ભલામણ કરી છે. ખેડૂત અધિકાર સમિતિના આવેદનપત્ર બાદ પટેલે સત્તાવાર રીતે આ ભલામણ કરી છે. આડકતરી રીતે આ ભલામણ પાટીદારોને ખુશ કરવા જ છે કેમ કે ખેડૂતોમાં બહુમતી પાટીદારો છે.
અમદાવાદ: ગુજરાતમાં પાટીદારો અન્ય પછાત વર્ગ(ઓબીસી)માં પોતાનો સમાવેશ કરીને અનામતનો લાભ આપવા માટે આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પાટીદારોને અનામત આપવાનો ઈન્કાર કર્યો છે પણ તેના બદલે ખેડૂતોનો ઓબીસીમાં સમાવેશ કરવા તૈયારી બતાવી છે.
પટેલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ઘણી પછાત છે અને સમય વિતવા સાથે તેમનો યોગ્ય વિકાસ થયો નથી. ખેડૂતોની મુખ્ય આવક કુદરતી પરિબળો પર આધારિત છે પણ વરસાદમાં અનિયમિતતા સહિતનાં કુદરતી પરિબળોના કારણે ખેડૂત વર્ગ દેવાદાર બનતો જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -