અમદાવાદઃ યુવતી દવા લેવા ગઈ ને કમ્પાઉન્ડર સાથે બાંધી દીધા શારીરિક સંબંધ, પતિને જાણ થતાં આવ્યો ભયાનક વળાંક, જાણો વિગત
બળદેવે કબૂલ્યું કે તે હત્યા કરીને મહારાષ્ટ્રના સતારા ભાગી જવાનો હતો. તે સુજાતા સાથે ત્યાં જ રહેવા માગતો હતો પણ એ પહેલાં તે પકડાઈ ગયો. સુજાતાને આ હત્યાની યોજનાની જાણ હતી કે નહીં અને પોતાના પર શક ના થાય એટલે પતિ અને સાસુની હત્યા દરમિયાન તે અમદાવાદ છોડીને જતી રહી કે કેમ તે વિશે તપાસ ચાલુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબળદેવ સાથે અન્ય બે શખ્સો પણ હત્યામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બળદેવે કબૂલ્યું છે કે તેણે પહેલાં સાસુને સમજાવી હતી ને સુજાતાને પાછી બોલાવી લેવા કહ્યું હતું પણ તે ના માનતાં હત્યા કરી નાંખી. વિપુલ ઘરે આવ્યો ત્યારે તેની હત્યા કરી. સવારે ચાર વાગ્યા સુધી તે ઘરે બેસી રહ્યો હતો ને પછી નાહીને બહાર ગયો હતો.
પોલીસે સુજાતા વિશે તપાસ કરતાં જાણવા મળ્યું કે તે અવારનવાર નજીકમાં આવેલા ક્લિનિકમાં જતી હતી અને ત્યાંના કમ્પાઉન્ડર સાથે ઘણી વખત જોવા મળી છે. પોલીસ કમ્પાઉન્ડર બળદેવને શોધીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. બળદેવની આકરી પૂછપરછ થતાં બળદેવે આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસના માણસો ખાનગી ડ્રેસમાં આ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્રણ દિવસ પહેલા આ ઘરનું સરનામું પૂછવા માટે એક બાઇક સવાર આવ્યો હતો અને તે સાંજના 6થી 8નો સમયગાળો હતો. પોલીસે આ દિશામાં આગળ તપાસ કરતાં પોલીસને બીજી ચોંકાવનારી વિગતો મળી આવી.
પ્લાન પ્રમાણે બળદેવે બંનેની હત્યા કરી નાંખી અને પછી ગાયબ થઈ ગયો. પોલીસને મંગળવારે ફોન આવ્યો કે ઓઢવ વિસ્તારમાં એક મકાનના વરંડામાં એક વૃદ્ધા અને એક યુવતની હત્યા કરાયેલી લાશ પડી છે. પોલીસે સ્થળ પર તપાસ કરતાં આ હત્યા ત્રણ દિવસ પહેલા થઇ હોવાનો પ્રાથમિક અંદાજ આવ્યો હતો.
સુજાતા પછી વિપુલ ઘરે ના હોય ત્યારે બળદેવને મળવા માટે દવાખાને જતી અને તેની સાથે સેક્સ માણતી છેલ્લાં બે વર્ષથી સુજાતા-બળદેવ રોજ મળતાં ને શારીરિક ભૂખ મિટાવતાં. બંનેને એકબીજા વગર રહી નહીં શકાય તેવું લાગવા માંડ્યું તેથી સુજાતાના પતિ વિપુલ અને સાસુ કંચનને રસ્તામાંથી હટાવી દેવા હત્યાનો પ્લાન બનાવ્યો.
સુજાતા અગાઉ પરિણીત હતી અને તેને એક દીકરી પણ હતી પણ વિપુલને વાંધો નહોતો. લગ્ન પછી એક દિવસ સુજાતા બિમાર પડી ત્યારે દવાખાને ગઇ હતી. દવાખાનાના બળદેવ નામના કમ્પાઉન્ડર સાથે તેની આંખ મળી ગઇ અને બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ. બહુ જલદી બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા.
દરમિયાનમાં તેમને કોઇના મારફતે મહારાષ્ટ્રમાં એક યુવતી વિશે જાણ થઇ. તે વિપુલ સાથે લગ્ન કરવા તૈયાર હતી પણ લગ્ન કરવા માટે 65 હજાર માંગ્યા હતા. જેમ તેમ કરીને વિપુલે આ રૂપિયા ચૂકવ્યા અને મહારાષ્ટ્રના સતારામાંથી સ્વરૂપવાન સુજાતાને તેમના ઘરની વહુ બનાવી અમદાવાદ લાવ્યા હતા.
ઓઢવની છોટાલાલની ચાલી પાસે વિપુલ મોદી માતા કંચનબહેન સાથે થોડા વર્ષોથી રહેતા હતા. કંચનબહેનના પતિ થોડા વર્ષો પહેલા મૃત્યુ પામેલા. ગરીબ પરિવાર અને ઓછી આવકના કારણે વિપુલના લગ્ન થતા ન હતા. બીજી તરફ કંચનબહેનને આસપાસ લોકો દિકરાના લગ્ન ક્યારે કરાવો છે તેવી વાતો કરતા હતા.
અમદાવાદ: ઓઢવમાં રહેતી યુવતીને દવા લેવા જતી હતી તે દવાખાનાના કમ્પાઉન્ડર સાથે પ્રેમ થઈ ગયો ને શારીરિક સંબધો પણ બંધાયા. આ સેક્સ સંબંધોની જાણ પતિને થતાં તેણે યુવતીને પિયર મોકલી દીધી હતી. યુવતીએ આ વાત પ્રેમીને કરતાં પ્રેમીએ પ્રેમિકાના સાસુ-પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -