ભાજપ સરકારે શું કર્યું કે હાર્દિકના સાથીઓ ઠંડા પડી ગયા ? અમિત શાહ સાથે ક્યા પાસ-પાટીદાર નેતાઓએ કરી ખાનગીમાં બેઠક ?
આ મુદ્દે એવી ખાતરી આપવામાં આવી હતી કે, સરકાર આ રકમમાં વધારો કરશે. આ ઉપરાંત પાટીદાર આદોલન વખતે મૃત્યુ પામેલા પાટીદાર યુવાઓના પરિવારને પાટીદાર સંસ્થાઓ રૂપિયા ૨૦ લાખની સહાય ચૂકવશે. આમ, અમિત શાહે પાટીદાર કોર કમિટીને તમામ રીતે મદદરૂપ થવા ખાતરી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં સાત લાખ પેજપ્રમુખના સંમેલન માટે અમદાવાદ આવેલાં અમિત શાહની પાટીદાર કોર કમિટીના પ્રમુખ સી.કે.પટેલ અને સીદસરના અગ્રણી જયરામ પટેલની બેઠક મળી હતી. આ બેઠકમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત સવર્ણ આયોગમાં રૂપિયા ૬૦૦ કરોડના પેકેજથી કામ નહી ચાલે, વધુ રકમ આપવી જોઇએ.
હાર્દિક પટેલના નજીકના સાથીદારો ભાજપની તરફેણ કરતાં થયાં છે તેનું કારણ તેમને કરાયેલી ખેરાતો છે. કેટલાકના બિઝનેસને લગતા પ્રશ્નો તથા આર્થિક જરૂરીયાતો સરકારે પૂરી કરી હોવાની ચર્ચા છે. બીજી તરફ અમિત શાહ સાથે પણ પાસ કોર કમિટીની તથા પાટીદાર આગેવાનોની ખાનગી બેઠકો ચાલી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં આ આંદોલનકારીઓ સાથે ખાનગી બેઠકો યોજાઇ રહી છે. ભાજપના પાટીદાર આગેવાનો આ યુવા આંદોલનકારીઓને સમજાવવામાં સફળ થયાં છે. આ કારણોસર યુવા પાટીદાર આંદોલનકારીઓની હવે બોલતી બંધ કરી દેવાઇ છે.
જો કે ભાજપનાં સૂત્રોનું માનીએ તો ભાજપે અનામત આંદોલન ઠારવા પાસના 50 કન્વિનરોની જાસૂસી કરીને દુખતી નસ પર હાથ મૂકી દીધો છે. એવી પણ ચર્ચા છેકે, અત્યાર સુધી અનામતના નામે બૂમબરાડા પાડતા પાસના કેટલાંક નેતાઓની તમામ જરૂરિયાત ભાજપ સરકાર દ્વારા પૂરી કરી દેવાઈ છે.
અમદાવાદઃ ભાજપ સામે આક્રમક વલણ અપનાવીને સતત આક્ષેપો કરતા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કેટવાક કન્વિનરો અચાનક શાંત પડી ગયા છે. હાર્દિક પટેલના તેવર હજુ નથી બદલાયા પણ હાર્દિક પટેલના સાથીદારો શાંત પડી ગયા છે તેથી પાટીદારોને પણ આશ્ચર્ય થઈ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -