અમદાવાદ: 'પદ્માવત'ના વિરોધમાં તોડફોડ-આગચંપી, ટોળાને કાબૂમાં લેવા પોલીસનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
આગચંપીને કારણે ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અનેક જગ્યાએ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં સિનેમાઘરમાં ટોળાઓ વિરોધ કરીને પથ્થરમારો તેમજ આગચંપી અને તોડફોડ કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: પદ્માવત ફિલ્મના વિરોધમાં શહેરના અનેક વિસ્તારોમાં ટોળાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, હિમાલયા મોલમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું. હિમાલય મોલમાં હોબાળો મચાવનાર 9 ની અટકાયત કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે તેની અટકાયત કરી હતી. રસ્તા પર જે કોઈ વાહનો મળી રહ્યા છે તેમાં તોડફોડ કરવામાં આવી રહી છે.
પદ્માવત ફિલ્મનો વિરોધ કરતા રાજપૂતો દ્વારા અનેક સિનેમાધરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. 1500થી વધારે લોકોના ટોળાએ એસ જી હાઇવે પર આવેલા PVRસિનેમામાં તોડફોડ કરી છે. અનેક વાહનોને તોડફોડ કરવામાં આવી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કફલો પહોચીને મામલો શાંત કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે. થલતેજમાં આવેલા એક્રોપોલીસ મોલમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ગુરુકુળ રોડ પાસે આવેલા હિમાલય મોલમાં પણ આગચંપી કરવામાં આવી છે. વસ્ત્રાપુર પાસે આવેલા આલ્ફા વન મોલમાં પણ આગચંપીનો બનાવ બન્યો છે.
કરણી સેનાના પ્રમુખે રાજ શેખાવત અને રાજપૂત કર્ણીસેનાના સંસ્થાપક લોકેંદ્ર કાલવીએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું કરણી સેનાનું નામ લઈ આ હીંસા ફેલાવામાં આવી રહી છે. હીંસા ફેલાવનારા સામે કાયદાકિય કાર્રવાહી કરવામાં આવે. તેમણે કહ્યું કે હું આ ઘટનાથી શરમિંદા છું. સાથે જ કર્ણી અને રાજપૂત સમાજના સંસ્થાપક લોકેંદ્રસિંહે કહ્યું કર્ણીસેના કે કોઈ અન્ય સમાજનું નામ આ વિવાદમાં લેવું તે યોગ્ય નથી. અને તેમણે આ હીંસાને લઈ માફી પણ માગી. અને શાંતિ જળવાઈ રહે તે માટે લોકેંદ્રસિંહે લોકોને અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -