હાર્દિકનો હુંકારઃ જે પોલીસવાળાએ પાટીદારો પર અત્યાચાર કર્યો એનો વ્યાજ સહિત હિસાબ લેવાનો છું
ભાજપના પાટીદાર મંત્રીઓની ટીકા કરતા જણાવ્યું હતું કે, જે સમાજના 44 ધારાસભ્યો હોય, 7 કેબિનેટ મંત્રીઓ હોય, ડેપ્યુટી સીએમ પણ પાટીદાર સમાજનો હોય છતાં તેઓને સમાજની વ્યથા દેખાતી ના હોય તો તે પટલાણીના પેટે જન્મેલા ન હોય. 200 માણસો ભેગા કરવાની તાકાત નથી એ 15 કરોડ રૂપિયામાં વેચાય છે અને જે લોકો લાખો લોકો ભેગા કરી શકે એની સામે પૈસાનો ઢેર નકામો પડે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટીદાર અનામત આંદોલન ચાલુ રાખવાના નિર્ધાર સાથે હાર્દિકે જણાવ્યું હતું કે, અમને સત્તાની લાલચ નથી. અમારી એક જ માંગ છે અનામત જોઇએ છે તમે જ્યાંથી લાવો ત્યાંથી જોઈએ છે.હું તમને વચન આપું છું કે જે પોલીસવાળાઓએ પાટીદાર પર અત્યાચાર કર્યો છે એનો વ્યાજ સહિત હિસાબ લેવાનો છું. પાટીદારોએ કોંગ્રેસને એક મોકો આપવો જેથી કોંગ્રેસ પાટીદારો પર વિશ્વાસ મુકે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ પાટીદાર ધારાસભ્યો વેચાયા હતાં.
લોકોને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જે પોલીસવાળાએ પાટીદાર પર અત્યાચાર કર્યો છે તેનો વ્યાજ સહિત હિસાબ લેવાનો છું. નરેન્દ્રભાઇના ઝભ્ભાના ખિસ્સામાંથી કે અમિત શાહની બંદૂકની ગોળીમાંથી અનામત આવતી હોય તો લેવા માટે અમે તૈયાર છીએ.
સભામાં હાર્દિક પટેલ,લાલજી પટેલ ,રેશમા પટેલ,વરુણ પટેલ સહીતના પાસ અને એસપીજીના કાર્યકરોએ હાજરી આપી હતી અને પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા લોકોને હાકલ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન એસપીજીના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઇ પટેલ પણ મંચ ઉપર ઉપસ્થિત હતાં. આ પ્રસંગે લાલજી પટેલે જણાવ્યું હતું કે, દરેક પાટીદાર એક એક સરદાર છે. કડવા લેઉવાના ઝેર હવે અમૃત થઇ ગયા છે. અનામત માટે 148 જેટલી રેલીઓ કરાઇ છે .14 શહીદો થયા છે.
પાટણ: પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપ દ્ધારા શનિવારે રાત્રે પાટણમાં ‘એક શામ શહીદ કે નામ’સભા યોજવામાં આવી હતી. આ સભામાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઇઓ અને બહેનો જોડાયા હતા. સભામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદાર 13 ભાઇઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સભામાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ એકસાથે મંચ પર જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -