પાટીદારોનું નવું સૂત્ર, ચાલો રતનપુર બોર્ડરઃ હિંમતનગરમાં ક્યારે થશે પાટીદાર હુંકાર સભા ? જાણો
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્ધારા હાર્દિકના સ્વાગત માટે લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. પાસના કહેવા પ્રમાણે, 17 જાન્યુઆરીના રોજ રતનપુર બોર્ડર ખાતે પાટીદાર હુંકાર સભાનું આયોજન કરવામાં આવશે. સભા બપોરે અઢી વાગ્યે શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકને આવકારવા માટેના કાર્યક્રમની તૈયારીઓ માટે છેલ્લા એક અઠવાડીયાથી ગુજરાતના જિલ્લા અને તાલુકા લેવલે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકો યોજાઇ રહી છે.
પાસના કોર કમિટિના સભ્ય વરૂણ પટેલે જણાવ્યુ હતું કે, 17 જાન્યુઆરીએ હિંમતનગરમાં લાખો પાટીદારો હાર્દિકને આવકારવા ઉમટશે. હિંમતનગરમાં પાટીદારોની રેલી યોજાશે અને ત્યાર બાદ જાહેર સભા યોજાશે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છ મહિના સુધી ગુજરાતમાંથી બહાર રહ્યા બાદ આગામી 17 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પ્રવેશી શકે છે. હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટેના આદેશ બાદ છ મહિનાથી ગુજરાત બહાર રહેતો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિકના સ્વાગત માટે રતનપુર બોર્ડર ખાતે ભવ્ય સભાનું આયોજન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -