પાટીદાર અનામત આંદોલન અંગે નીતિન પટેલે શું કરી જાહેરાત, જાણો
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન અને પાટીદાર સમાજની માંગો વિશે બોલતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગરમાં કહ્યું કે આયોગ બનાવવા રાજય સરકાર તૈયાર છે, માત્ર તેના નામ અંગે જ મુદ્દો અટવાયો છે કેટલાક લોકોની માંગ છે કે તે પાટીદાર આયોગ હોવું જોઈએ, જ્યારે સરકાર બીજું નામ વિચારી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિન પટેલે વધુમાં કહ્યું કે, આયોગ થકી માત્ર પાટીદાર જ નહીં પરંતુ સવર્ણ સમાજને પણ લાભ અપાશે. પાટીદાર આંદોલનના શહિદોને પણ કોઈને કોઈ રીતે ન્યાય આપવામાં આવી રહ્યો છે.
પાટીદારો ઉપરના મોટાભાગના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. અને અન્ય વ્યાજબી માંગણીઓ પણ સ્વીકારવામાં આવી છે ..આંદોલન અંગે વધુ બોલતા નીતિન પટેલે કહ્યું કે વાટાઘાટો માટે સરકાર નું મન ખુલ્લું છે, હવે લાગે છે કે આંદોલનનો અંત લાવી દેવો જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -