ભાજપ સરકાર સાથે મંત્રણા કરવા હાર્દિક પટેલ તૈયાર, જાણો શું કહ્યું ?
વરુણ પટેલે કહ્યું કે, સરકાર જો આયોગની માંગણી સ્વીકારશે તો ચાર મુખ્ય માંગણીમાંથી એક માંગણી પૂરી કરીને સારી શરૂઆત કરી રહી છે તેમ મનાશે. બીજી તરફ એસપીજીના અધ્યક્ષ લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે આમંત્રણ પાઠવાયું નથી પણ પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતિનભાઇએ એવા સંકેત આપ્યા હતા કે સરકાર આયોગ બનાવવા તૈયાર છે પરંતુ તેનું નામ પાટીદાર હોવું જોઇએ કે સવર્ણ આયોગ તે અંગે પાટીદાર આંદોલનકારી નેતાઓ પણ એકમત નથી. આ બાબતને હકારાત્મક ગણતા હાર્દિક પટેલે એવું જણાવ્યું હતું કે, સરકાર ખરેખર પાટીદાર સમાજ માટે શું કરવા માંગે છે તે સમજવા પણ અમે સરકાર સાથે મિટિંગ કરવા માટે તૈયાર છીએ.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકાર પાટીદાર સમાજ ઉપરાંત તમામ સમાજ માટે ખુલ્લું મન ધરાવે છે. કોઇ પણ સમાજ, સમૂહ અને પ્રજા પોતાના વાજબી પ્રશ્નો, સમસ્યા કે રજૂઆતો માટે સરકાર સાથે વાટાઘાટો માટે આવી શકે છે.
પાસના સભ્ય વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હજુ અમને સતાવાર આમંત્રણ મળ્યું નથી પરંતુ સરકાર પાસ સાથે બેઠક કરશે તેવી અમને આશા છે. જો પાટીદારોને લાભ થાય તેવું આયોગ રચવા સરકાર તૈયાર હોય તો તેનું જે નામ હશે તે સ્વીકારવા પણ તૈયાર છીએ.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરકાર વચ્ચે ફરી એકવાર પાટીદારોના હિત પર મંત્રણા થઇ શકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સરકાર પાસ સાથે બેઠક કરવા માટે ખુલ્લા મનથી તૈયાર છે. ત્યારે પાસના કન્વિનર હાર્દિક પટેલે સરકાર સાથે બેઠક કરવા માટે તૈયારી દર્શાવી છે. હાર્દિકના કહેવા મુજબ પાટીદાર સમાજને હવે સરકાર શું આપવા માંગે છે તે જાણવા માટે પણ અમે મિટિંગ કરવા તૈયાર છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -