ફિક્સ પગારદારોના પગારવધારા સામે હાઈકોર્ટમાં થઈ અરજી, જાણો શું વાંધો ઉઠાવાયો
આરટીઓના સબ ઈન્સ્પેક્ટર દ્વારા સિનિયર એડ્વોકેટ યતીન ઓઝા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સબ ઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર તરીકે બઢતી માટે સાત વર્ષની સર્વિસ ફરજિયાત છે. જેથી સરકારે પ્રમોશન માટે પણ આ પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈકોર્ટે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને ગેરબંધારણીય ઠેરવી છે. સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક ઠરાવ દ્વારા ફિક્સ પગારની નોકરીને પ્રમોશન, એક્સપિરિયન્સ અને પેન્શન માટે પણ સળંગ ગણવાનો નિર્ણય કર્યો છે.
જો કે અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી નોકરીના નિયમોમાં સુધારો ન કરવામાં આવે ત્યાં સુધી આ ઠરાવ બિનઅસરકારક છે. નોકરીની શરતોમાં એવી શરત છે કે, નોકરીના આ કોન્ટ્રાક્ટના સમયગાળાને સળંગ ગણવામાં આવશે નહીં તેને રદ્દ કરવો જોઈએ. હાઈકોર્ટ રાજ્ય સરકારને આ મામલે યોગ્ય કરવા આદેશ કરી કેસની વધુ સુનાવણી આગામી ફેબ્રુઆરી માસ પર મુલતવી રાખી છે.
રાજ્ય સરકાર દ્વારા તમામ ફિક્સ પગારદારને નોકરી આપવા માટે લાગુ કરવામાં આવેલી શરતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમની આ પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવશે નહીં. એટલે પાંચ વર્ષ પુર્ણ કર્યા બાદ પ્રમોશન માટે બીજા સાત વર્ષ એટલે 12 વર્ષ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી.
ઉપરાંત આરટીઓના ફિક્સ પગારદારને આરટીઓ સબઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર તરીકે બઢતી માટે તેમની નોકરી સળંગ ગણી તેમાં નિમણૂકના નિયમોમાં સુધારો કરવાની માગ સાથે હાઈકોર્ટ સમક્ષ થયેલી રિટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને આ નિયમોમાં સુધારો કરવો જરૂરી છે કે કેમ તે બાબતે નિર્ણય લઈ જરૂરી હોય તો બદલાવ કરવા આદેશ આપ્યો છે.
અમદાવાદઃ ગુજરાત સરકારે હાલમાં જ વર્ષ 2006થી ફિક્સવેતન હેઠળ નિમણૂંક પામેલા 1.18 લાખ કર્મચારીઓને નિમણૂંકના દિવસથી જ કાયમી ગણવાની સાથે ગ્રેડ-પે વધારી આપ્યો છે. માટે 2006 પહેલા ફિક્સવેતન સાથે જોડાયેલ શિક્ષકો, પોલીસ કર્મચારીઓએ સુધારા અરજી-એમેન્ડમેન્ટ કરીને ગત સપ્તાહે સરકારે જાહેર કરેલા ઠરાવની કાદેસરતાને પડકારી છે.
ગુજરાત સરકારે કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં નિયુક્તિના એક્ટમાં કોન્ટ્રાક્ટની જોગવાઈ કરી છે. તો પછી 18મી જાન્યુઆરીનો ઠરાવ કર્મચારીઓને સળંગ નોકરી આપી શકે? તેના આધારે પ્રમોશન કે નિવૃત્તિ કે ઉચ્ચત્તર પગાર વધારાનો લાભ મળી શકે? તેવા સવાલો સાથે ઠરાવ અને નિમણૂંકના નિયમો વચ્ચે વિરોધાભાસ હોવાની ફરિયાદને પગલે હાઈકોર્ટે સરકારને આ મુદ્દે ખુલાસો કરવા કહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -