અમદાવાદમાં પ્રવિણ તોગડિયા મંગળવારથી અનિશ્ચિતકાળ સુધી કરશે ઉપવાસ, બીજું કોણ-કોણ ઉપવાસમાં જોડાશે, જાણો વિગત
તેમણે કહ્યું ટૂંક સમયમાં મોટી જાહેરાત કરીશ. મોટી જંગ જીતવા માટે ક્યારેક નાની હારનો સ્વીકાર કરવો પડે છે. આ પહેલા તોગડિયાએ ચૂંટણીની પ્રક્રિયાને વીએચપીને તોડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડૉ.પ્રવિણ તોગડિયાએ કહ્યું કે, 100 કરોડ હિંદુઓનો અવાજ ઉઠાવવું શું ગુનો છે? હિંદુઓનો અવાજ દબાવવામાં આવ્યો. હવે વિશ્વ હિંદુ પરિષદમાં નથી. સત્ય, ધર્મને દબાવવામાં આવ્યું છે. હિંદુઓના અભિયાનથી આગળ વધીશ. કોઈ જ નવું સંગઠન નહી બનાવું.
ચૂંટણીમાં વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કોકજે વચ્ચે મુકાબલો હતો. વિજય બાદ કોકજે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાનું સ્થાન લેશે. તેની સાથે હવે તોગડિયા યુગનો અંત થઈ ગયો છે.
વીએચપી નેતા પ્રવીણ તોગડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વી.એસ કોકજે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. તેને લઈને નારાજ તોગડિયાએ પણ વીએચપી છોડવા અને 17 એપ્રિલથી અનિશ્ચિતકાળ સુધી અમદાવાદમાં ઉપવાસ શરૂ કરવાનું એલાન કર્યું છે.
આ પૈકી કેટલાક પ્રવીણ તોગડિયાને ટેકો આપવા માટે પ્રતિક ઉપવાસ પણ કરશે. પ્રવીણ તોગડિયાએ આમરણાંત ઉપવાસ માટે રામમંદિર, જમ્મુ કાશ્મીરના પંડિતોનું પુન:વસન, ખેડૂતો, રોજગારી જેવા કારણો ભલે દર્શાવ્યા હોય પરંતુ તેમનો મુખ્ય લક્ષ્યાંક ભાજપ સામે શક્તિ પ્રદર્શન કરવાના છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારથી પ્રવીણ તોગડિયા સાથે અનિશ્ચિત સમયના ધરણામાં કોણ-કોણ જોડાશે તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિ અનુસાર પ્રવીણ તોગડિયા સાથે પ્રારંભે 1500થી કાર્યકરો અનિશ્ચિત સમયના ધરણામાં જોડાશે.
ડો. પ્રવીણ તોગડિયા અમદાવાદના આરટીઓ પાસે આવેલા બત્રિસી સમાજની વાડીની બહાર સવારે 10થી પોતાના અચોક્કસ મુદ્દતના ઉપવાસ-ધરણા શરૂ કરવાના છે. પ્રવીણ તોગડિયાને જે રીતે વિદાય આપવામાં આવી તેનાથી વીએચપી-ગુજરાતના 90 ટકાથી વધુ કાર્યકરોમાં નારાજગી છે.
અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદમાંથી એકડો નીકળી ગયા બાદ પ્રવીણ તોગડિયા અને તેમના જૂથે ભાજપ સામે બાંયો ચઢાવી દીધી છે. અમદાવાદ ખાતે મંગળવારથી પ્રવીણ તોગડિયા આમરણાંત ઉપવાસ પર બેસવાના છે અને જેમાં તેમની સાથે વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત પાંખના પદાધિકારી, સંતો પણ જોડાવવાના છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -