દુબઈથી દારૂ લાવનાર યુવક પાસેથી 60 હજારનો તોડ કરનાર PSI સસ્પેન્ડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીસીપીએ પીએસઆઇને ચાવડાને સોમવારે સસ્પેન્ડ કરી દીધા હતા. તપાસ કરનાર કૃષ્ણનગરના પીઆઇ વી.આર ચૌધરીએ જણાવ્યું છે કે પીએસઆઇને સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ તેમની સાથે બે પોલીસ કર્મચારીઓ કોણ હતા તે હજી સુધી જાણી નથી શકાયું. પીએસઆઇની ધરપકડ થાય ત્યારે જ પોલીસ કર્મચારીઓના નામ જાણી શકાશે.
ધર્મેન્દ્રએ આ અંગેની ઝોન ૪ ડીસીપી શ્વેતા શ્રીમાળીને રજૂઆત કરી હતી. જેના કારણે પીએસઆઇ ચાવડાએ ૬૦ હજાર અને વિદેશી દારૂ પરત આપી સમાધાન કરી લીધુ હતું. જો કે ડીસીપીને જાણ થતાં તાત્કાલિક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં જ ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
નવા નરોડાના દર્શન વિલા બંગ્લોઝમાં રહેતા ૨૫ વર્ષીય ધર્મેન્દ્ર પોકિયા તેમની પત્ની સાથે દુબઈ હનિમૂન કરીને પરત અમદાવાદ એરપોર્ટ પરથી ઘરે પોતાના મિત્ર સાથે ઘરે કારમાં આવ્યા હતા. અચાનક ડસ્ટર કારમાં આવીને પીએસઆઇ પરેશ ચાવડા અને બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની ૪ બોટલ જપ્ત કરી જેલના સળિયામાં ધકેલી દેવાની ધમકી આપી હતી. વિદેશી દારૂ પરમિટ વાળો હોવાની રજૂઆત પણ ધર્મેન્દ્રએ કરી હતી. છતાં પોલીસે ૬૦ હજારનો તોડ કર્યો હતો.
અમદાવાદ: દુબઈથી દારૂ લાવનાર યુવક પાસેથી 60 હજારનો તોડ કરવાના પ્રકરણમાં આકરી કાર્યવાહી કરતા અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરાયા છે. ઝોન-૪ના ડીસીપીને મળેલી ફરીયાદ બાદ પીએસઆઈ પરેશ ચાવડાને સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે. જો કે, આ કેસમાં પીએસઆઈ સાથે અન્ય બે પોલીસ કર્મી હોવા છતાં પોલીસ તેની સામે કોઈ કાર્યવાહી નથી કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -