કોગ્રેસને સમર્થન આપવાના હાર્દિકના નિર્ણયનો રેશ્માએ કેમ કર્યો વિરોધ? જાણો શું કહ્યું?
અમદાવાદઃ ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ અને કોગ્રેસ દ્ધારા પાટીદારોને મનાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસ અનેક પાટીદારોને ટિકિટ આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાર્દિક પટેલે પણ કોગ્રેસની ટિકિટ પર લડવા માટે પાસના નેતાઓને મંજૂરી આપી છે ત્યારે પાટીદાર મહિલા નેતા રેશ્મા પટેલે હાર્દિક કરતા અલગ મત વ્યક્ત કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશ્મા પટેલે રાહુલ ગાંધીને લખેલા પત્રનો વળતો જવાબ ન આવતા તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, કોંગ્રેસ પાટીદારોના અનામત મામલે કોઈ સ્પષ્ટીકરણ નહીં કરે તો તેમને પાટીદારોનું સમર્થન નહીં મળે. એક તરફ પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું છે કે, કોંગ્રેસની ટિકિટ મળશે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ સહયોગ કરશે ત્યારે રેશ્મા પટેલે હાર્દિકનું નામ લીધા વગર પ્રહાર કરીને કહ્યું છે કે, રાજકીય મહત્વાકાંક્ષા માટે કહેવાતા આંદોલનકારીઓ કોંગ્રેસની ટિકિટ લઈને પાસમાંથી લડશે તો તેઓ સમાજના મોટા ગદ્દાર હશે.
એક તરફ હાર્દિક પટેલ ચૂંટણીમાં કોગ્રેસના સમર્થનની વાત કરી રહ્યો છે તો બીજી તરફ રેશ્મા પટેલ કોગ્રેસનો વિરોધ કરવાની વાત કરતી હોઇ પાટીદારોમાં જ જૂથવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોતાના પત્રમાં રેશ્મા પટેલે કહ્યું કે, પાટીદાર સમાજ બે વર્ષથી આંદોલન ચલાવી રહ્યો છે, જે કોઈ વ્યક્તિ વિશેષનું નથી. પાટીદારોનું આંદોલન કોઈ પક્ષને સત્તા પર લાવવા કે સત્તામાંથી હટાવવા માટે નથી.
રેશ્મા પટેલે રાહુલ ગાંધીને પાટીદારોને OBCમાં સમાવવા માટેનો કેવો પ્લાન છે તે જાણવા માટે પત્ર લખ્યો હતો. જોકે રેશ્માએ લખેલા પત્રનો કોંગ્રેસ દ્વારા કોઈ વળતો જવાબ ન આવતા તેમણે કોંગ્રેસ સામે ગુસ્સો પ્રગટ કરીને ચીમકી ઉચ્ચારી છે.
રેશ્મા પટેલે કોંગ્રેસ ગુજરાતમાં લાંબા સમયથી સત્તાથી દૂર રહી છે તેનો મુદ્દો ઉલ્લેખીને કહ્યું કે, બે દાયકાથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાટીદારોને આકર્ષવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેઓ પાટીદારોને અનામત આપવાના મુદ્દે તેમનો મત સ્પષ્ટ નથી કરી રહ્યા. રેશ્માએ એમ પણ કહ્યું કે, કહેવાતા આંદોલનકારીઓમાંથી 5 જણાને ધારાસભ્ય બનાવવા માટે અમે આંદોલન શરૂ કર્યું ન હતું.
વધુમાં રેશ્માએ કહ્યું કે, હાલ તમામ રાજકીય પક્ષો પાટીદાર સમાજને લોભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોતાના રાજકીય લાભ માટે કહેવાતા આંદોલનકારીઓ કોગ્રેસ પાસે ટિકિટની માંગણી કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -