Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદના એસ.જી. હાઈવે પર 70 કિમીથી વધારેની સ્પીડે કાર ભગાવી તો પકડાઈ જશો ને થસે 1000નો દંડ, જાણો કઈ રીતે ?
13 જૂનથી આ પ્રક્રિયા શરૂ કરાઈ છે. વર્ષ 2015માં અમદાવાદ પોલીસે પાંચ સ્પીડગન વસાવી હતી પણ તેનો ઉપયોગ હવે શરૂ કરવામાં આવ્યો છે. હાલ એક જ સ્પીડગનથી ઈ-મેમો અપાય છે. હાલમાં સાંજે 7 વાગ્યા સુધી જ ઈ-મેમો અપાય છે પણ 14 જુલાઈ પછી દિવસ અને રાત્રે એમ બે શિફટમાં પોલીસ 24 કલાક વધુ સ્પીડે જતા વાહનચાલકોને દંડ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલેસર ટેકનોલોજીથી ચાલતી સ્પીડ ગન ડોપ્લર ઈફેક્ટને આધારે કામ કરે છે. કાર પર રેડિયો વેવ ફેંકવામાં આવતા તે અથડાઈને ગનમાં પાછા આવે છે અને વાહનની ગતિ કેટલી હતી તે બતાવે છે. સ્પીડ ગન ગતિથી જતા વાહનના વીડિયોની ચેઈન અને ઈમેજ સ્ટોર કરે છે જેથી નંબર પ્લેટ સહિત વાહનની ઓળખ થાય છે. સ્પીડ ગનની રેન્જ 1200 મીટર છે અને 100 મીટર સુધી તે વાહનનો ફોટો પાડી શકે છે.
અમદાવાદ: અમદાવાદમાં એસ.જી.હાઈવે પર હવે 70થી વધુની સ્પીડે કાર ચલાવનારને 1 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. વાહનોની સ્પીડ તપાસવા ટ્રાફિક પોલીસ સ્પીડગનનો ઉપયોગ કરી રહી છે. પ્રારંભિક તબક્કે ઈસ્કોન સર્કલ, થલતેજ અંડરપાસ અને પકવાન ચાર રસ્તા પાસે સ્પીડગનથી 70 થી વધુની સ્પીડે જતા કાર ચાલકોને 26 દિવસમાં 1300 ઈ-મેમો ફટકારવામાં આવ્યા છે.
પ્રથમ વખત ઓવરસ્પીડ માટે 1 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે જ્યારે બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 2 હજારનો દંડ ફટકારવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -