અમદાવાદઃ 3000 કરોડના કૌભાંડીની આ ગ્લેમરસ પત્ની વાળ કપાવવા દુબઈ જતી, વેકેશનના પ્રવાસમાં 6 કરોડ ઉડાવ્યા, જાણો વિગત
એકના ડબલ કરવાની લોભામણી લાલચ આપી રૂપિયા ત્રણ હજાર કરોડની ઠગાઇ કરનાર શગુન ગ્રુપના સંચાલક મનીષ શાહ તેની પત્ની ગીતા શાહ, શૈલેષ મકવાણા અને યોગેશ રામીની ચીટર કંપનીના બેનામી આવકના કારણે શોખ પણ ગજબના હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઠગ કંપનીની લાઇફ સ્ટાઇલ જાણી સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ તેમની મિલકત અને લાઇફસ્ટાઇલની પણ ઝીણામાં ઝીણી બાબતની તપાસ કરશે તેમ સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે. મનીષ એન્ડ કંપની રાજકારણીઓ અને અધિકારીઓનો સહારો લઇને છૂટવા માટે હવાતિયાં મારી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
તેઓ શૂઝથી માંડી કપડા તેમજ લક્ઝુરિયસ કાર તેમજ મોબાઇલ કંપનીના નવા વર્ઝનના મોબાઇલ અને વિદેશની પણ અનેક વાર સફર કરતા હતા. બ્રાંડેડ કંપનીના કપડા, સ્પ્રે, જૂતાં તેમજ અન્ય મોજશોખની વસ્તુઓ આ પરિવાર ખરીદતો હતો. જાણવા મળ્યા પ્રમાણે તેમની પાસે 32 લક્ઝુરિયસ કાર પણ છે.
શગુન ગ્રુપના સંચાલકોના હિંમતનગર અને તેની આસપાસ ફાઈનાન્સનો ધંધો કરતાં કેટલાક મળતિયાઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમના ધંધામાં શગુન ગ્રુપના જ રૂપિયાનું રોકાણ થયો હોવાનું સામે આવતાં આ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
અમદાવાદ: એકના ડબલની લાલચ આપનાર શગુન ગ્રૂપના સંચાલક મનીષ શાહની પત્ની મહિનામાં બે વાર વાળ કપાવવા દુબઇ જતી હોવાનું પોલીસ તપાસમાં ધડાકો થયો છે. મનીષનો પરિવાર વિદેશમાં બે મહિના પ્રવાસમાં 6 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હોવાનું સીઆઇડી ક્રાઇમના સૂત્રો જણાવી રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ શોધખોળ કરી રહી હોવાથી ઠગ કંપની ભૂગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -