અ'વાદઃ શહીદ જવાનના કરાયા અંતિમસંસ્કાર, અશ્રુભીની આંખોથી અપાઇ શ્રદ્ધાંજલિ
અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયાના અંતિમસંસ્કાર કરાયા હતા. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યાં હતા અને વંદે માતરમના નારા લગાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌ કોઇના આંખમાં આંસૂ આવી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ અમદાવાદ એરપોર્ટ પર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. ખાસ ટ્રકમાં શહીદ જવાનની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ગુજરાત સરકારે શહીદ જવાન ગોપાલસિંહના પરિવારને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં ગોપાલસિંહના પિતા મુનિમસિંહ ભદોરિયાએ જણાવ્યું કે, જ્યારે મારો દીકરો શહીદ થયો તેવા સમાચાર આવતા હું સ્તબ્ધ થઇ ગયો હતો અને મારા મોંઢામાંથી શબ્દો પણ નીકળ્યા નહોતા.
આ સમાચારથી ભદોરિયા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ગોપાલસિંહ ભદોરિયા અમદાવાદના વતની છે અને બાપુનગરના હીરાવાડીમાં આવેલી મા શક્તિ સોસાયટીમાં રહેતા હતા. સૈનિક ગોપાલસિંહ ભદોરિયાના પિતાએ દીકરાની શહીદી પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.અમદાવાદના ભદોરિયાએ મુંબઇની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલામાં આતંકીઓને ઠાર માર્યા હતા.
મળતી વિગતો અનુસાર, શહીદ ગોપાલસિંહ નિરમા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો મૂકી સૈન્યમાં જોડાયા હતા. તેમના પરિવારમાંથી ચાર સભ્યો સૈન્યમાં હતા. ગોપાલસિંહના બે નાના ભાઇઓ પૈકી સૌથી નાનો ભાઇ વિક્રમસિંહ હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને અન્ય ભાઇ સંજયસિંહ ઇંદોરમાં સિવિલ એન્જિનિયર છે.
મુનિમસિંહે જણાવ્યું હતું કે, મારો દીકરો હંમેશા દેશ માટે શહીદ થવા તત્પર રહેતો હતો. તેમણે અમને કહ્યું હતું કે, હું દેશ માટે છું જેથી મારો તમારે કોઇ મોહ ન રાખવો. નોંધનીય છે કે ગોપાલસિંહ ભદોરિયા મુંબઇની તાજ હોટલ પર થયેલા આતંકી હુમલા બાદ સૈન્ય ઓપરેશનમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -