સુરતના પાંચ કરોડના તોડના કેસમાં કયા પાટીદાર નેતા સામે થયા આક્ષેપો, જાણો વિગત
તેમણે રજૂઆત સાંભળ્યા બાદ સીઆઈડી ક્રાઈમને તપાસનો આદેશ કર્યો હતો. આ બાબતે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે કહ્યું કે, અરજી મળી છે જેની હાલ તપાસ ચાલી રહી છે. જે અરજીમાં સીબીઆઈના કોઈ અધિકારીનું નામ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App17.78 કરોડ ગુમાવી ચૂકેલા શૈલેષ ભટ્ટે અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાનો તેમના ભત્રીજા મારફતે સંપર્ક કર્યો હતો. નલીન કોટડિયાએ પ્રદીપસિંહ સાથે મિટિંગ કરાવી દેવાનું કહી શૈલેષ ભટ્ટને ગાંધીનગર બોલાવ્યા હતા. પણ, મિટિંગ કરાવી ન હતી. ઉલટાવું એવું કહ્યું કે મામલો ગંભીર છે. રૂ. 32 કરોડ ચૂકવી દો! સમગ્ર ઘટનાથી ત્રસ્ત શૈલેષ ભટ્ટ તા. 23મી ફેબ્રુઆરીએ સીધા જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના મળ્યા હતા.
જેથી શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો હતો. જોકે બન્યું એવું કે મેનેજર સમજી ગયા કે શૈલેષભાઈ કોઈ મુસીબતમાં છે એટલે હા પાડ્યા પછી પણ રકમ મોકલી નહીં. બીજી બાજુ પોઈ અનંત પટેલની ધાક ધમકી વધી ગઈ હતી. જેથી શૈલેષભાઈએ અમરેલીમાં રહેતા તેના પરિચિત દિલીપભાઈને પોઈ અનંત પટેલ પાસે મોકલ્યા હતા. તે વખતે રૂ. 78 લાખની વ્યવસ્થા થઈ તે રોકડા અનંત પટેલને આપ્યા હતા.
પોઈ અનંત પટેલે તમામ હદ વટાવી દીધી હતી અને રૂ. 50 કરોડની માગણી કરી હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું કામ અઘરું હોવાનું શૈલેષ ભટ્ટે કહ્યું તો આંગડિયા મારફતે મગાવી લેવાનો આદેશ અનંત પટેલે કર્યો હતો. માથાકૂટના અંતે રૂ. 50 કરોડની રકમ રૂ.32 કરોડ સુધી પહોંચી હતી. શૈલેષ ભટ્ટે સુરતની એક આંગડિયા પેઢીના મેનેજર સાથે ફોન પર વાત પણ કરી હતી. જે તે વખતે મેનેજરે રૂ. 32 કરોડ હવાલા મારફતે મોકલવાની હા પાડી હતી.
અમરેલી પોલીસની ટીમે શૈલેષ ભટ્ટ અને કિરીટ પાલડિયાને કારમાંથી ઉતારી પોલીસના વાહનમાં બેસાડી દીધા હતા. ત્યાંથી ચિલોડા રોડ પર કેશવ ફાર્મમાં લઈ જઈ અમરેલી પોલીસના એલસીબી પીઆઈ અનંત પટેલે શૈલેષ ભટ્ટને અત્યંત બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ડરાવી ધમકાવી રૂ. 12 કરોડના બિટકોઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ગત 11 ફેબ્રુઆરીના રોજ શૈલેશ ભટ્ટના ભાગીદાર કિરીટ પાલડિયાએ શૈલેશ ભટ્ટને ફોન કરી ગાંધીનગરનું કામ છે. તેમ કહીં, ત્યાં બોલાવ્યા હતા. જેવા શૈલેષભાઈ ગાંધીનગર નિધિ પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા કે તરત જ ત્યાં અમરેલી પોલીસ લખેલું વાહન પહોંચ્યું હતું.
સુરતના ડુમસ રોડ પર આઈકોન બિલ્ડિંગમાં રહેતા શૈલેશ ભટ્ટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સમક્ષ કરેલી રજૂઆત મુજબ ફેબ્રુઆરીમાં સીબીઆઈની ગાંધીનગર કચેરીના લેન્ડલાઈન નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેમાં સીબીઆઈના ઈન્સ્પેક્ટર સુનીલ નાયર બોલતા હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારે કહ્યું હતું કે, તમારા ધંધામાં ઘણું ખોટું થઈ રહ્યું છે. જેથી ગભરાઈ ગયેલા શૈલેશ ભટ્ટે સુરતના તેમના અન્ય મિત્રોને પણ વાત કરી હતી. આ દરમિયાન સુનીલ નાયરનો બીજી વખત ફોન પણ આવ્યો હતો. તેમણે શૈલેશ ભટ્ટને ગાંધીનગરની એક હોટલમાં બોલાવી ત્યાં 5 કરોડનો તોડ કર્યો હતો.
સુરતઃ સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટ પાસેથી સીબીઆઈના પોલીસ ઈન્સ્પેક્ટર સુનીલ નાયરે રૂ. 5 કરોડનો તોડ કર્યો હોવાની ઘટના ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતા સીઆઈડી ક્રાઈમને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ અરજી મળી છે અને તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -