ગુજરાત કમોસમી વરસાદ, કેટલા દિવસ રહેશે માવઠાની અસર, કઈ બાજુ પડી શકે છે વરસાદ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. હજુ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.
બપોરે ચાર વાગ્યા પછી આથમણી દિશાના પવનો ફુંકાય છે જે સમુદ્ર પરથી જમીન પર આવે છે. આથી વાદળ બંધાવાને લીધે કમોસમી વરસાદનો માહોલ ઊભો થાય છે. હજુ બે દિવસમાં ગમે ત્યારે રાજ્યમાં ગાજવીજ સાથે ઝાપટાં, કરાં કે છાંટા પડી શકે છે. ઝડપથી પવન ફુંકાય એવું પણ બને.
રાજ્યના ત્રણ શહેરોમાં પારો 40થી ઉપર હતો. સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના આકાશમાં રહેલું અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન આપણને અસર કરી રહ્યું છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહે છે.
આજે સૌરાષ્ટ્રમાં આકરી ગરમી અનુભવાઈ હતી જોકે ક્યાંય માવઠું પડ્યાના સમાચાર નથી. જૂનાગઢમાં આજે લઘુતમ તાપમાન 39.8 અને લઘુતમ તાપમાન 24.3 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 22થી 86 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 6.2 કિલોમીટર નોંધાઈ હતી.
આજે સૌરાષ્ટ્રમાં આકરી ગરમી અનુભવાઈ હતી જોકે ક્યાંય માવઠું પડ્યાના સમાચાર નથી. જૂનાગઢમાં આજે લઘુતમ તાપમાન 39.8 અને લઘુતમ તાપમાન 24.3 ડિગ્રી રહ્યું હતું. ભેજનું પ્રમાણ 22થી 86 ટકા રહ્યું હતું. પવનની ઝડપ 6.2 કિલોમીટર નોંધાઈ હતી.
રાજકોટ: મધ્ય પ્રદેશના આકાશમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન યથાવત્ છે. તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે. હજુ બે દિવસ સુધી માવઠું પડવાની શક્યતા છે. એક તરફ પારો 40 ડિગ્રીને પાર છે અને બીજી બાજુ કમોસમી વરસાદ થાય છે તે કુતૂહલ સર્જે છે. કદાચ આને જ કુદરતનો કરીશ્મો કહેતા હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -