અમદાવાદ સહિત ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો, પાટણ-કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન ખાતાએ આમ પણ આગાહી કરી છે કે આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે. તેવામાં અમદાવાદમાં પણ માર્ચ મહિનાના મધ્યથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ હતી. એપ્રિલ મહિનો અડધો થવા આવ્યો છે ત્યારે જ આકરા ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં પણ છેલ્લા દિવસોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એક તરફ કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. અમદાવાદમાં એક-બે દિવસ ગરમીથી આંશિક રાહત મળ્યા બાદ તાપમાનનો પારો ફરી 40ને પાર પહોંચ્યો હતો જોકે આજે અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના કારણે અમદાવાદીઓ રાહત લીધી હતી.
નોંધનીય છે કે દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ સહિત ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે આજે પાટણ, રાધનપુર, ભૂજમાં વાવાઝોડા સાથે વરસાદ શરૂ ગયો છે. આ ઉપરાંત ગઈકાલે અમીરગઢ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે ડાંગ જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે તાપમાનમાં તો રાહત થઈ હતી.
કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કમોસમી વરસાદથી ઘઉના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી છે.
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો છે. જેમાં ઉત્તર ગુજરાત તેમજ કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. અપર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં વાદળ છવાયા છે. પાટણ જિલ્લા તેમજ કચ્છના કેટલાંક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો.
કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે, એક તરફ પાકને નુકશાન થઈ રહ્યું છે તો બીજી તરફ કેરી જેવા ફળોને પણ કમોસમી વરસાદની ખાસ્સી આડઅસર થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -