ફી રેગ્યુલેટરી કમિટીએ કઈ સ્કૂલની 1.29 લાખ ફી કરી મંજૂર, જાણો વિગત
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 80 ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે, જે પૈકી 13 ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી રૂપિયા 50 હજારથી વધુ મંજૂર કરી છે. આ સિવાય 10 જેટલી સ્કૂલો એવી છે જેમની પ્રોવિઝનલ ફી રૂપિયા 40 હજારથી રૂપિયા 50 હજાર વચ્ચે મંજૂર કરવામાં આવી છે. જોકે હજુ અમદાવાદ શહેરની લાખો રૂપિયા ફી વસુલતી કેટલીક સ્કૂલોએ તો દરખાસ્ત કરવામાં પણ ભારે ઉદાસીનતા દાખવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ પ્રોવિઝનલ ફી છે હજુ રાજ્ય કક્ષાની કમિટી અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ફાઈનલ ફીને મંજૂરી આપવામાં આવશે. પરંતુ મોટાભાગે પ્રોવિઝનલ ફી જ ફાઈનલ ફી જાહેર થવાની શક્યાતાઓ સેવાઈ રહી છે. જોકે હજુ પણ ગુજરાતમાં મંજૂર કરેલ ફીનો પણ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા કુલ ત્રણ તબક્કામાં 186 ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. જેમાં 29 ખાનગી સ્કૂલોને કુલ 76 કેટેગરીમાં રૂપિયા 50 હજારથી વધુ ફી વસૂલવાની છૂટ આપી છે જ્યારે 50 ટકા જેટલી સ્કૂલોને 100થી વધુ કેટેગરીમાં માગી તેટલી ફી વસૂલવા મંજૂરી આપી છે.
અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 186 ખાનગી સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. જેમાં 12 જેટલી ખાનગી સ્કૂલોને 25થી વધુ કેટેગરીમાં રૂપિયા 60 હજારથી વધુ ફી વસૂલવાની મંજૂરી આપી છે. અમદાવાદમાં સૌથી વધુ રૂપિયા 90 હજાર પ્રોવિઝનલ ફી છારોડી ખાતે આવેલી એસજીવીપી સ્કૂલને મંજૂરી આપી છે.
ગાંધીનગર: ફી વધારાને લઈને ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો જેના કારણે સરકાર અને સ્કુલ સંચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમિટી અત્યાર સુધીની સૌથી વધુ પ્રોવિઝનલ ફી વસૂલવાની મંજૂરી ગાંધીનગરમાં આવેલ ગાંધીનગર ઈન્ટરનેશનલ સ્કૂલને આપી છે. આ સ્કૂલે ધોરણ.11 અને 12માં ર્વાષિક ફી રૂપિયા 1,85,000 વસૂલવાની દરખાસ્તમાં માંગણી કરી હતી જેની સામે કમિટીએ રૂપિયા 1,29,500 ફી વસલવાની મંજૂરી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -