અમદાવાદઃ ગુપ્ત ભાગમાં વિદેશી કરન્સી લઈ જતા 2 યુવતી સહિત 3 ઝડપાયા, જાણો કેટલી કિંમતની કરન્સી મળી
મુંબઈથી દુબઈની આવ-જા કરવા માટે કેરિયર (પેસેન્જર)નો ઉપયોગ કરાતો હોવાની મળેલી બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તપાસથી બચવા કેરિયર્સ ગુપ્ત ભાગમાં વિદેશી ચલણ છૂપાવીને લાવતા હતા અને પ્રકારે પ્રત્યેક ખેપ માટે કેરિયર્સને રૂ. 10થી રૂ. 15 હજાર ચૂકવવામાં આવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ડીઆરઆઈએ દાણચોરી મારફતે વિદેશી કરન્સી લઈ જવાનું અને દુબઈથી સોનાની દાણચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવીછે જેમાં 2 મહિલા છે. ધરપકડ કરાયેલ ત્રણેય વ્યક્તિ પાસેથી રૂપિયા 72 લાખની કિંમતના 7,100 ડોલર અને 85 હજાર યૂરો જપ્ત કરાયા છે.
ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર, ઉલ્હાસનગર, થાણે, મહારાષ્ટ્રમાંથી વિદેશી કરન્સીની દાણચોરીનું કૌભાંડ ચલાવાઈ રહ્યું હોવાની ડીઆરઆઈ, અમદાવાદને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભારતમાંથી વિદેશી ચલણ દુબઈ લઈ જવાનું અને દુબઈથી સોનાની દાણચોરી કરવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કમલ મોટવાણી હોવાનું જાણવા મળ્યું હતું.
કમલ મોટવાણી તેના બે સાગરીત આયુષી જૈન અને અવિ કાછવાણી સાથે દુબઈ જવાનો છે અને ત્રણેય પેસેન્જર ગુપ્ત ભાગમાં વિદેશી ચલણ સંતાડીને લાવનાર હોવાની મળેલી બાતમીના આધારે તમામ પેસેન્જર પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. ત્રણેય પેસેન્જર દુબઈ જવા માટે મુંબઈ એરપોર્ટ પર આવતાં કસ્ટમ્સ સત્તાવાળાઓએ તેમને અટકાવીને પૂછપરછ કરતાં તેમણે કાંઈપણ લઈ જતા હોવાનો ઈનકાર કર્યા હતો. આથી ત્રણેયને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને એક્સ-રે તપાસ કરાતાં ગુપ્ત ભાગમાં વિદેશી કરન્સીના 6 રોલ હોવાનું જોવા મળ્યું હતું. ત્રણેય પાસેથી 85 હજાર યૂરો અને 7,100 ડોલર જપ્ત કરાયા હતા, જેની કુલ કિંમત રૂ. 72 લાખ થાય છે. ત્રણેયની ધરપકડ કરીને કસ્ટમ્સ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -