આજે મહેશ શાહની પ્રેસ કોન્ફરન્સ, જાહેર કરી શકે કાળાં નાણાં ધારકોના નામ
મહેશ શાહે હજુ સુધી આયકર વિભાગને કોઇ પણ નામ આપ્યાં ન હોવાનું આયકર વિભાગે જણાવ્યું છે. જેથી હવે આજે મીડિયા સમક્ષ મહેશ શાહ નામો અંગેના ધડાકા કરે છે કે પછી ફરી એક વાર નામો અંગે રહસ્ય સર્જે છે તેના પર સવાલો ઊભા થઇ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી મહેશ શાહને સોમવારે સાંજે પોલીસ જાપ્તા સાથે તેના ઘરે મોકલી દેવામા આવ્યો હતો. જ્યાં મહેશ શાહે એક પોલીસ અધિકારી મારફતે એવો મેસેજ મોકલ્યો હતો કે, તે 9મીએ મીડિયા સમક્ષ મૌન તોડશે. આમાં મહેશ શાહના મહોરા પાછળ રહેલા મોટા માથાઓને બચાવવાની તેની પેરવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદઃ 13860 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ આજે મીડિયા સમક્ષ હાજર થઈ શકે છે, ત્યારે હવે બધાનું ધ્યાન તે પત્રકાર પરીષદ કરે તેના પર મંડાયેલું છે. શું આ કરોડોનું નાણું કોનું હતું, તેના નામ જાહેર કરશે? કે કે પછી જે રીતે ભૂતકાળમાં માત્ર હવામાં વાતો કરી છે તેવી પરિસ્થિતિ ઊભી થશે? તેવું ચર્ચાઇ રહ્યું છે. નોંધનીય છે કે, મહેશ શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરશે તેવું પોલીસકર્મી દ્વારા જાહેર કરાવ્યું હતું.
કરોડો રૂપિયાનું કાળું નાણું જાહેર કરીને પહેલો હપ્તો ભરવાનો હતો, તે પહેલા જ મહેશ શાહ ભૂગર્ભમાં જતો રહ્યો હતો અને પછી અચાનક મીડિયા સમક્ષ નાટકીય રીતે હાજર થયો હતો. સામે આવેલા મહેશ શાહની આઇટી પૂછપરછ કરી હતી. જોકે, તેણે મહેશ શાહે પત્નીની તબિયતનું બહાનું આગળ ધરી આઇટી પાસે પૂછપરછ માટે બેથી ત્રણ દિવસનો સમય માગ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -