Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં ઈ-મેમોના પહેલા જ દિવસે કેટલાં ચલણ જનરેટ થયા, જાણો વિગત
ઈ-મેમો ફરી શરૂ થતાં રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવાતા દંડનું પ્રમાણ પણ ઘટી શકે છે. અગાઉ તો અમદાવાદમાં પોલીસે મેમો ફાડવાનું સદંતર બંધ જ કરી દીધું હતું. જોકે ઈ-મેમો બંધ થયા તેના થોડા દિવસ પહેલા જ પોલીસે ફરી દંડ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. હવે શહેરની 64 ટ્રાફિક બીટ ચોકીના ઈન્ચાર્જ, પીઆઈ કે પીએસઆઈને જ દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે હવે પોલીસ ઈ-મેમો મોકલવામાં કોઈ ભૂલ ન થાય તેના પર ખાસ ધ્યાન આપી રહી છે. તેમણે લોકોને આરટીઓમાં પોતાના વાહનની માલિકીની વિગતો અપટેડ કરાવવા પણ અપીલ કરી હતી.
આ વખતે ટ્રાફિક વિભાગ આરટીઓ સાથે ગુનો કરનારા વાહન માલિકના નામ અને સરનામાંને વેરિફાય કર્યા બાદ જ ઈ-મેમો મોકલવામાં આવશે. ACP એ.કે.પટેલના જણાવ્યા અનુસાર પહેલા રોજના 2000 જેટલા ઈ-મેમો મોકલવામાં આવતાં હતા.
અમદાવાદ ટ્રાફિક એસીપી અને ટ્રાફિક વિભાગના નોડલ ઓફિસર એ.કે.પટેલે એક ખાનગી અખબારને જણાવ્યું હતું કે, પોલીસ 80 જંક્શનો પર લાગેલા પોતાના 225 CCTV કેમેરાનો ઉપયોગ કરી રહી છે. જોકે AMCના 1,360 કેમેરા હજુ સુધી કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થયા નથી જે ટૂંક સમયમાં કનેક્ટ કરી દેવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માત્ર અમદાવાદમાં જ પહેલા દિવસે એક હજાર જેટલા ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ આંકડો જાન્યુઆરીમાં 2000 કરતાં પણ વધારે હતો.
મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ ઈ-મેમો મળતાં હોય છે. ગરમીમાં હેલ્મેટ ફાવતું ન હોવાનું બહાનું કાઢતા અમદાવાદીઓએ કેમેરામાં પકડાઈ ન જવાય તે ડરથી મોટાપાયે હેલ્મેટની ખરીદી પણ કરી છે. રસ્તાઓ પર હેલ્મેટની લારીઓ ઉપરાંત દુકાનોમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી. પોલીસની હાજરી ન હોય તો ક્યારેય સિગ્નલ ફોલો ન કરવામાં માનતા લોકો પણ હવે સુધરી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતના ત્રણ શહેર અમદાવાદ, વડોદરા તેમજ સુરતમાં 15 એપ્રિલથી ફરી ઈ-મેમો સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. ત્રણેક મહિના બંધ રહ્યા બાદ ફરી શરૂ થયેલા ઈ-મેમોના અમલના પહેલા જ દિવસે અમદાવાદીઓ ટ્રાફિક સિગ્નલને ફોલો કરતાં જોવા મળ્યા હતા. ગત વખતે ઈ-મેમો ઈશ્યૂ કરવામાં અનેક ગફલતો થઈ હોવાનું સામે આવ્યા બાદ આ વખતે બે વાર ચકાસણી કર્યાં બાદ જ મેમો મોકલવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -