અમદાવાદ: પાપડ-ખાખરા વેચવા આવેલા યુવકે કિશોરીને બાથમાં લઈ શું કર્યું, જાણો વિગત
પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં યુવક છેલ્લા 16 વર્ષથી તે એપાર્ટમેન્ટમાં ખાખરા-પાપડ વેચવા માટે જતો હોવાનું ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઇ જે.આર.પટેલે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અમદાવાદના ઘાટલોડિયામાં ખાખરા-પાપડ વેચવા આવેલા યુવકે વિકૃતતાની હદ વટાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. યુવકે વાસણ ઘસી રહેલી માતાને બોલાવવાનું કહીને કિશોરીને બાથમાં લઈ લીધા બાદ શારિરીક અડપલાં કર્યા હતા. કિશોરીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
કિશોરીના પરિવારજનોએ યુવકને પાપડ-ખાખરા લેવાના બહાને પરત એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને સુપરત કર્યો હતો.
જોકે યુવકની આ પ્રમાણેની વિકૃત હરકતોથી ડઘાઇ ગયેલી કિશોરી બાથરૂમમાં પુરાઈ ગઈ હતી. યુવક ગયા બાદ માતાને બુમ પાડતાં પુત્રી બહાર આવીને આ હકીકતની માતાને જાણ કરી હતી.
13 વર્ષની પુત્રી ડ્રોઈંગ રૂમમાં હતી અને તેની માતા ચોકડીમાં વાસણ ધોતી હતી. યુવકે માતાને બોલાવવાનું કહીને કિશોરીને બાથમાં લઈ લીધી હતી ત્યારબાદ ગળાના ભાગે કિસ કરીને છાતી પર હાથ ફેરવીને શારિરીક અડપલાં કર્યાં હતા. યુવકે આવું કરતાં જ કિશોરીએ બૂમાબૂમ કરી હતી.
અમદાવાદના ઘાટલોડિયામાં કર્મચારીનગર પાસે આનંદબાગ એપાર્ટમેન્ટમાં રહેતો અને ઘેર ઘેર ફરસાણ વેચવાનો ધંધો કરતો નિરવ દિલીપભાઇ શાહ રવિવારે બપોરે ઘાટલોડિયા વિસ્તારમાં સોલા રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક વ્યક્તિના ત્યાં ખાખરા-પાપડ વેચવા માટે ગયો હતો. જ્યાં યુવક પહોંચ્યો તે ઘરમાં મા અને પુત્રી એકલા જ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -