અમદાવાદની મોટી હોસ્પિટલમાં દાખલ વિઠ્ઠલ રાદડિયાની તબિયત કેવી છે? જાણો વિગત
આ અંગે જયેશભાઇએ જણાવ્યું હતું કે તેમના પિતા હાલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત ઘણી સુધારા ઉપર છે. હાલ વિઠ્ઠલભાઈને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. વિઠ્ઠલભાઈની ખબર અંતર પૂછવા માટે મસર્થકોએ હોસ્પિટલે પણ ન જવા અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને પહેલા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. ફરી એક વખત તેમના તમામ પ્રકારના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવા છતાં કોઇ સુધારો ન જણાતા ઝાયડસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને અહીં હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ: થોડા દિવસ પહેલા સોરાષ્ટ્રનાં ખેડૂત અગ્રણી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાની તબિયત ખરાબ થતાં સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા આવ્યા હતાં. રાદડીયાની તબિયત સ્વસ્થ અને સુધારા ઉપર હોવાનું તેમના પુત્ર જયેશ રાદડિયાએ જણાવ્યું છે.
વિઠ્ઠલ રાદડિયાને કેન્સર થયા બાદ અમેરિકામાં સફળ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પછી પણ તેમની તબિયત સારી-નરસી રહ્યા કરે છે. આ દરમિયાન થોડાં દિવસ પહેલા તેમની તબિયત ફરી લથડતાં અમદાવાદ લઇ જવાયા હતા.
તબીબોએ વિઠ્ઠલ રાદડિયાના કરેલા તમામ રિપોર્ટ નોર્મલ છે. ટૂંક સમયમાં તેમને હોસ્પિટલેથી રજા પણ આપી દેવામાં આવશે. હાલમાં તેમને આરામની સલાહ આપી હોય મિત્રો, શુભેચ્છકો, કાર્યકરોએ હોસ્પિટલ ખાતે ધસારો કરવા અને કોઈ ચિંતા ન કરવા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. વિઠ્ઠલ રાદડિયાને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં 15માં માળે વી.વી.આઇ.પી. વિભાગમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -