અમદાવાદઃ લવ મેરેજ કરીને ફસાઇ યુવતી, સાસુ-નણંદ સેક્સના ધંધામાં ધકેલવા ગુજારે છે અત્યાચાર
અમદાવાદઃ શહેરની એક યુવતી પોતાના સાસરીવાળા પોતાને સેક્સના ધંધામાં બળજબરીથી ધકેલવા માગતા હોવાની ફરિયાદ સાથે અમદાવાદ પોલીસના શરણે આવી છે. તેણે પોતાની સાસુ અને નણંદ દેહવ્યાપાર માટે વારંવાર દબાણ કરતાં હોવાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. તેનો આક્ષેપ છે કે, તેના પતિએ તેને પ્રેમજાળમાં ફસાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પ્રાચી(નામ બદલ્યું) એક યુવકના પ્રેમમાં પડી હતી. બંને એકબીજા વગર રહી ન શકતાં તેમણે 2012માં લવ મેરેજ કરી લીધા હતા. દરમિયાન તેના પતિ રમેશ(નામ બદલ્યું છે) દારૂ અને સટ્ટાની લત લાગી ગઈ હતી. તેના પર આ લત એટલી હાવી થઈ ગઈ હતી કે, તે કોઈ કામ ધંધો પણ કરતો નહોતો. જેને કારણે પ્રાચી ખૂબ કંટાળી ગઈ હતી.
પતિ કોઈ કામ કરતો ન હોવાથી ઘર ચલાવવામાં ફાંફા પડી રહ્યા હતા. આથી પ્રાચીની સાસુ અને નણંદ તેને ઘર ચલાવવા માટે દેહવ્યાપાર કરવા માટે દબાણ કરતા હતા. આથી પ્રાચીએ આ અંગે ફરિયાદ કરી છે. તેણે અરજીમાં જણાવ્યું છે કે, પતિ રમેશે તેને મીઠું બોલી પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા છે. પતિ અત્યારે દારૂ અને સટ્ટાની લત ધરાવે છે અને કંઈ કમાતો ન હોવાથી સાસુ અને નણંદ દેહવ્યાપાર માટે દબાણ કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -