ભાવનગરઃ ખૂબસૂરત પત્નીને પતિ મેક-અપ વિના જોઈ ગયો ને કેમ લાગી ગયો મોટો આંચકો ?
અમદાવાદઃ ભાવનગરના એક યુવકને લગ્ન પછી પત્નીને મેકઅપ વગર જોતા આંચકો લાગી ગયો હતો. 38 વર્ષીય યુવકના 2003માં લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી યુવકને ખબર પડી હતી કે, તેની પત્ની 38 વર્ષની નહીં પરંતુ 52 વર્ષની છે. હાલ આ કેસ હાઈકોર્ટમાં આવ્યો છે. નીચલી કોર્ટ યુવકને 360 દિવસની જેલની સજા કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમયે પરેશે કોર્ટ સામે કગરતાં કહ્યું હતું કે, અત્યારે મારી કેપિસીટી ૧૫ હજાર ભરવાની છે. મને એક મહિનાનો સમય આપો. જો કે, કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટનો હુકમ સાંભળીને ૫૫ વર્ષના પરેશના માતા કોર્ટ રૂમની બહાર રીતસર રડી પડયા હતા.
બીજી તરફ ઉંમર છુપાવી લગ્ન કર્યા હોવાથી સાસરિયાએ પ્રિયા સામે અલગથી ક્રિમિનલ કેસ પણ માંડ્યો છે. ગત ગુરુવારે અમદાવાદની ફેમિલી કોર્ટ નંબર-૧માં આ વિચિત્ર કેસ આવ્યો હતો. કોર્ટે પત્નીએ બ્યુટી પાર્લરની પોતાની આવડતોનો ઉપયોગ કરી મેકઅપ પાછળ સાચી ઉંમર છુપાવી રાખેલી તેને જ ચુકવવાના થતાં ભરણપોષણની રિકવરી પેટે ૧.૬૭ લાખ જમા કરાવી દેવા અથવા તો જેલભેગા થવાનો કોર્ટે હુકમ કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ભાવનગરમાં રહેતાં 38 વર્ષીય પરેશ(નામ બદલ્યું છે)ના વર્ષ 2003માં અમદાવાદના નવરંગપુરાની પ્રિયા(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના સમૂહલગ્નમાં તેઓ પરણ્યા હતા. પરેશના આ બીજાં લગ્ન હતાં. જોકે, લગ્ન પછી તેમની વચ્ચે ખાસ મનમેનળ નહોતા. તેઓ પાંચ વર્ષ સુધી સાથે રહ્યા હતા.
લગ્ન પછી પણ પ્રિયા સતત બ્યુટીપાર્લરમાં જઈને મેકઅપ કરાવતી હતી. સમય જતાં પરેશને પ્રિયાની ઉંમરને લઈને શંકા ઉપજી હતી. કારણ કે, પત્ની જ્યારે મેકઅપ ન કરે ત્યારે ઉંમરલાયક લાગતી હતી. આ શંકા ઘર કરતાં પરેશે પ્રિયા ગાંધીનગરની જે સ્કૂલે ભણતી હતી ત્યાંથી ર્સિટફિકેટ મેળવ્યું હતું, જેમાં બહાર આવ્યું કે, અત્યારે પત્નીની ઉંમર તો ૫૨ વર્ષની છે.
પરેશના પરિવારે જણાવ્યું કે, લગ્ન નક્કી થયા ત્યારે પ્રિયાએ ૧૯૮૦માં જન્મી હોવાનો દાવો કર્યો હતો. જોકે હકીકતમાં તેણી ૧૯૬૬માં જન્મી છે. ફેમિલી કોર્ટના ઓર્ડર પર સ્ટે મળે તે માટે આ પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટ અગાઉ પરેશને ૩૬૦ દિવસની જેલની સજાનો હુકમ કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -