અમદાવાદઃ ‘હું તને શારીરિક સુખ આપી શકતું તેમ નથી’, પતિએ મહિલા જજને કહ્યું ને પછી પુત્ર થયો, પછી શું થયું ?
એ પછી જજની થરાદ મુકામે બદલી થતાં ત્યાં સારી સ્કૂલ ન હોઈ કલોલ ખાતે પતિ સાથે તેમનો પુત્ર રહેતો હતો. પતિ નોકરી ન કરતા હોઈ તમામ ખર્ચ જજ આપતાં હતાં. બેંક લોનના હપ્તા ભરતા ન હોઈ મકાન પણ વેચીને ચાંદખેડા ખાતે મકાન લીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણી સમજાવટ બાદ સારવાર કરાવવા તેઓ તૈયાર થયા હતા અને લાંબી પ્રક્રિયા પછી પુત્રનો જન્મ થયો હતો. એ પછ જજનું હિંમતનગર પોસ્ટિંગ થતાં તેઓ ત્યાં રહેવા ગયા હતાં. એ વખતે હિંમતનગર જઈને બહાના કરી પૈસા માગતાં જજે પૈસા પણ આપ્યા હતા. પતિ કોઈ સુખ આપી નહોતા શકતા ને માત્ર પૈસા લેવા આવતા.
ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, લગ્ન બાદ તેમની સિવિલ જજ તરીકે નિમણૂક થઇ હતી. લગ્ન બાદ ભાવીનભાઇ કહ્યું હતું કે, હું તને શરીર સુખ આપી શકું તેમ નથી, શરીર સુખને હું મહત્વનું ગણતો નથી અને મારા માટે પરિવાર જ મહત્વનો છે. શારીરિક રીતે અસમર્થ હોઈ સારવાર માટેનું કહેતાં તેમણે ના પાડી દીધી હતી.
અમદાવાદ: અમદાવાદમાં બનેલી એક શરમજનક ઘટનામાં એક મહિલા જજે પોતાની પર થઈ રહેલા અત્યાચારો બદલ પોલીસ ફરિયાદ કરવી પડી છે. પોશ વિસ્તારમાં રહેતાં મહિલા જજે લગ્નના 17 વર્ષ બાદ પતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોતાનો પતિ શરીર સુખ આપવા સક્ષમ ન હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.
જજે પતિ ને સારવાર કરાવવા પણ કહ્યું હતું, પરંતુ પતિએ સારવાર માટે ના પાડી હતી. મહિલા જજ પાસે વારંવાર પૈસાની માંગ કરીને તેમના પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતાં. તે મહિલા જજ સાથે જાહેરમાં મારામારી પણ કરતાં હતાં. આખરે કંટાળીને જજે પતિના ત્રાસ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત પતિ મહિલા જજને અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંબંધો છે તેવો વહેમ રાખીને તેમને જાહેરમાં માર મારે છે તથા બીજા પણ ત્રાસ આપે છે તેવું પણ ફરિયાદમા જણાવાયું છે. ફરિયાદ નોંધાવનાર મહિલા જજનાં લગ્ન 2000માં થયાં હતાં. લગ્ન થયા પછી તરત પતિએ તેમને જાણ કરી કે તે શારીરિક સુખ આપવા સક્ષમ નથી.
પતિએ જણાવ્યું હતું કે, 'હું તને શરીર સુખ આપી શકું તેમ નથી. શરીર સુખને હું મહત્વનું ગણતો નથી અને મારા માટે પરિવાર જ મહત્વનો છે. જીવન જીવવા માટે શાન-શોહરત અને પૈસા જોઈએ, જે તારા પિતા પાસેથી લઇ આવ.' આ વાત સાંભળી મહિલા જજ ના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -