અમદાવાદઃ જવાન મિઝોરમમાં દેશની રક્ષા કરતો હતો ને અહીં પત્નીએ બીજા યુવક સાથે બાંધ્યા સેક્સ સંબંધ, પછી શું થયું ?
અમદાવાદઃ મિઝોરમમાં વીએસએફમાં ફરજ બજાવતાં જવાનની પત્ની બે બાળકો લઈ યુવક સાથે ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી પ્રેમપ્રકરણમાં યુવક સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે યુવક સાથે અગાઉ પણ તકરાર થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, મોડી રાત સુધી પરત ન આવતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. અગાઉ નિકોલમાં નારાયણધામ બંગલોઝમાં રહેતો અમિત ચૌહાણ તેમના ઘરે આંટાફેરા કરતો હોઇ તેના ઘરે તપાસ કરતાં તે પણ ફરાર હોવાનું સામે આવ્યું હતું. આથી પ્રદીપકુમારે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપી સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિની ગેરહાજરીમાં અમિત પ્રદીપકુમારના ઘરે આવતો હતો. જોકે, પ્રદીપકુમારના ધ્યાને આ વાત આવતાં યુવકને અહીં આવતો રોક્યો હતો. દરમિયાન ગત નવમી સપ્ટેમ્બરના રોજ અમિતા બે બાળકોને લઈ ખરીદી કરવાનું કહીને ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, વસ્ત્રાલમાં ખારીકટ કેનાલ પાસે કામધેનું સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રદીપકુમાર નરેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં મિઝોરમ ખાતે બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પતિની ગેરહાજરીમાં પત્ની અમિતાને નિકોલમાં રહેતા અમિત ચૌહાણ સાથે આંખ મળી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -