અમદાવાદઃ સ્કૂલ ટ્રસ્ટીની પત્નીને યુવક સાથે બંધાયા સંબંધ, પ્રેમીએ ટ્રસ્ટી સાથે શું કર્યું?
જોકે, પોલીસ નિકોલ પહોંચે તે પહેલાં નીતિન સારવાર લઇ ઘરે જવા નીકળી ગયો હતો. પોલીસની એક ટીમ અગાઉથી તેના ઘરે હોય, ત્યાં પહોંચતા જ તેને દબોચી લીધો હતો. નીતિનને પકડી પોલીસ તેને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. નીતિનની પૂછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, યુવકે સાથ આપ્યો નહોતો અને પછી તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે નીતિનના મોબાઇલ નંબરને આધારે તપાસ કરતાં વોટ્સઅપના ડીપી પરથી તેનો ફોટો મળી આવ્યો હતો.પોલીસને બાતમી મળી હતી કે નીતિનને હાથમાં છરી વાગી છે અને તે નિકોલ વિસ્તારમાં સારવાર લઇ રહ્યો હતો.
પોલીસે લાશનો કબ્જો લઈને તેની ઓળખ કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. પરંતુ લાશની કોઈ ઓળખ થઈ રહી નહોતી. દરમિયાન એક યુવક પોલીસની મદદે આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, સોમવારની રાતે અર્બુદાનગર ઓઢવમાં રહેતો નીતિન તેના ઘરે આવ્યો હતો અને હત્યા કર્યાનું છુપાવવા માટે જગ્યા આપવાનું કહ્યું હતું.
હરેશની ક્રુરતા પૂર્વક હત્યા કર્યા પછી નીતિને પેટ્રોલ છાંટીને લાશ સળગાવી દીધી હતી અને પછી નીતિન અને દર્શિલ ત્યાંથી ભાગી ગયા હતા. હરેશની હત્યા કરવા માટે નીતિન ચોટીલાથી ધારદાર છરી ખરીદી લાવ્યો હતો. ગઈ કાલે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસને હાથીજણ ખારી કેનાલના પુલ નીચે એક વ્યકિતની સળગેલી હાલતમાં લાશ પડી હોવાના સમાચાર મળ્યા હતા.
રસ્તામાં નીતેને મિત્ર દર્શિલને પણ સાથે લીધો હતો. અહીંથી તેઓ ત્રણેય પાર્ટી માટે બ્રિજ નીચે ગયા હતા અને પાર્ટી શરૂ કરી હતી. આ સમયે જ નીતિને અચાનક હરેશ પર હુમલો કરી દીધો હતો અને છરીના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું. આટલું ઓછું હોય તેમ જમીન પર ઢળી પડેલા હરેશ પર નીતિને પથ્થરના ઘા મારી મોં છૂંદી નાંખ્યું હતું. આ પછી પણ પીઠ પર 25 છરીના ઘા માર્યા હતા.
પ્રેમસંબંધ આગળ વધતાં બંનેએ થોડા સયમ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જોકે, આ લગ્નમાં પતિ આડખીલી હતા. જેથી નીતિન અને રેખાએ મિત્ર દર્શિલ પંડ્યા સાથે મળીને પતિ હરેશની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન પ્રમાણે નીતિને હરેશને દારૂની પાર્ટી કરવા માટે હાથીજણ ખારી કેનાલ બ્રિજ નીચે લઈ ગયો હતો. નીતિન પોતાની સાથે બેગમાં દારૂની બોટલ, છરી અને મરચાંની ભૂકી રાખી હતી.
અમદાવાદ: ઓઢવમાં રહેતા સ્કૂલના ટ્રસ્ટીને દારૂની મહેફિલ માણવા બોલાવી તેની જ પત્નીના પ્રેમીએ હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી. ટ્રસ્ટીને હાથીજણ ખારી કેનાલના પુલ નીચે બોલાવી હત્યા કરી નાંખી હતી. હાલ, પોલીસે પ્રેમી, ટ્રસ્ટીના પતિ અને અન્ય એકની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ૨૨ વર્ષિય નીતિન ઓઢવ સ્થિત અર્બુદાનગરમાં માતા-પિતા સાથે ભાડાનાં મકાનમાં રહે છે અને નોકરી કરી છે. નીતિન એક વર્ષ પહેલા 35 વર્ષીય રેખાના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. રેખા પોતે પરણીત છે અને બે સંતાનોની માતા છે. રેખાના પતિ હરેશભાઈ નરોડા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ સ્કૂલના ટ્રસ્ટી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -