યુવકને ગર્લફ્રેન્ડને ભગાડી જવી પડી ભારે, યુવતીની ફરિયાદનો યુવકે હાઈકોર્ટમાં શું કર્યો બચાવ?
અમદાવાદઃ એક પ્રેમીએ તેની પ્રેમિકાની કરેલી મદદ હવે તેને ભારે પડી છે. પોતાની પ્રેમિકાને તેની મરજી વિરુદ્ધ અન્ય જગ્યાએ પરણવું ના પડે તે માટે તેને લઇ જનાર પ્રેમીની મુશ્કેલીમાં વધારો થયો છે. કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પ્રેમિકાએ તેના પ્રેમી સામે જ ફરિયાદ નોંધાવી દીધી છે. જેની સામે પ્રેમીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. (અહેવાલઃ તેજસ મહેતા)
Download ABP Live App and Watch All Latest Videos
View In App13 જાન્યુઆરીએ યુવતીના લગ્ન થવાના હતા પણ યુવતીને આ લગ્ન મંજુર નહોતા એટલે તેણે તેના પ્રેમીની મદદ માંગી. દીપકે તેની મદદ તો કરી અને ભગાડીને લઇ પણ ગયો અને 15 જાન્યુઆરીએ ભુજ પાછી પણ લઇ આવ્યો.
ગુજરાત હાઇકોર્ટમાં દીપક રોશીયા અને તેના મિત્રોએ અરજી કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે યુવતીએ દબાણમાં આવીને ફરિયાદ કરી છે. જે સત્યથી વેગળી છે. દીપક અને તેની પ્રેમિકા લગ્ન કરવા માંગતા હતા પણ તેમનો પ્રેમ સબંધ યુવતીના પરિવારને મંજુર નહોતો અને તેમણે યુવતીના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દીધા.
યુવતીએ તેની ફરિયાદમાં લખાવ્યું હતું કે આરોપી તેને બાઈક પર બાંધીને આદિપુર લઇ ગયો હતો અને ત્યાંથી તેને અલગ અલગ વાહનોમાં અમદાવાદ, સુરત, મુંબઈ અને મુન્દ્રા સુધી લઇ ગયો હતો. કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે આ મામલે પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે અને સંલગ્ન તપાસ અધિકારી જોડે ખુલાસો માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ થશે.
ભૂજ આવ્યા બાદ યુવતીએ પોતાના પિતાના ઘરે જવાની જગ્યાએ નારી સંરક્ષણ ગૃહમાં જવાનું પસંદ કર્યું. નારી સંરક્ષણ ગૃહમાં 4 દિવસ રહ્યા બાદ યુવતી તેના પિતાના ઘરે પાછી ગઈ. દીપકે દાવો કર્યો છે કે જ્યારે તેની પ્રેમિકા તેની મરજીથી તેની જોડે આવી અને ત્યાર બાદ પરિવારના દબાણમાં ફરિયાદ કરે તો તેને તેની સજા ના મેળવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -