નડિયાદઃ કિશોરને થઈ ગયો મિત્રની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ, પ્રેમિકાને પામવા શું કર્યું?
શંકાને આધારે મૃતક સાહિલહુસૈન મહમદહુસૈન ખલીફા (ઉ.વ.આશરે 17)ના ખાસ મિત્રની તેના પિતા અને લીગલ કમ પ્રોબેશનલ ઓફિસર બાળ સુરક્ષા એકમ નડિયાદની હાજરીમાં પૂછપરછ કરાતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાનો ગુનો કબુલ્યો હતો. સગીરે પોલીસને જણાવ્યું કે, મિત્ર સાહિલ હુસૈનને ગામની જ એક સગીરા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતો અને પોતે પણ તેની સાથે પ્રેમસંબંધ રાખવા માંગતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસગીરા મિત્રના પ્રેમમાં હોઈ તેને ભાવ ન આપતાં તેણે આ પગલું ભર્યું હતું. ગત 10મી ડિસેમ્બર 2017ના રોજ રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે જાયકા હોટલમાં ચા પીવાના બહાને કિશોર સાહિલને નજીકમાં આવેલ જૂના લાકડાના પીઠામાં લઇ ગયો હતો અને પછી સગીરે ત્યાં પડેલ લાકડું લઇ સાહિલના ગરદનના ભાગે તેમજ છાતીના ભાગે, હાથે પગે ફટકાઓ મારી ગળું દબાવીને તેની હત્યા કરી હતી.
નડિયાદઃ ઠાસરાના એક સગીરે મિત્રની પ્રેમિકાના એકતરફી પ્રેમમાં મિત્રની હત્યા કરી નાંખતા ભારે ચકચાર જાગી છે. ઠાસરા તાલુકાના ઓરંગપુરા કેનાલમાંથી સગીરની લાશ મળ્યા પછી પોલીસ તપાસમાં સગીરની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કિશોર મૃતક સગીરની પ્રેમિકાને એકતરફી પ્રેમ કરતો હોઇ તેને પામવા માટે મિત્રનું કાસળ કાઢ્યાની કબુલાત કરી હતી.
સગીરે હત્યાની કબૂલાત કરતા બુધવારે મોડી સાંજે મહેસાણા જ્યુવેનાઇલ હોમમાં મોકલી આપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. એલસીબીના 3 અધિકારી દ્વારા કિશોરની પૂછપરછ કરાતા એક જ સરખા સવાલના ત્રણેય અધિકારીઓને કિશોર અલગ અલગ જવાબ આપતો હતો. જેથી ઘનિષ્ઠ સવાલો કરતાં અંતે કિશોરે ગુનાની કબુલાત કરી હતી.
આ પછી મૃતદેહ ઉપાડી લાકડાના પીઠાથી થોડે દૂર આવેલ એક જૂની ઇમારતની જર્જરીત બંધ ઓરડીમાં લાશ મૂકી દીધી હતી. બીજા દિવસે 11મી ડિસેમ્બર 2017ના રોજ રોજ કોઇને શંકા ન જાય તે માટે સાહિલના મામાઓ સાથે તેની શોધખોળ કરવા અલગ અલગ જગ્યાએ ગયો હતો.
12મી ડિસેમ્બરે મોડી રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ સાહિલનું મોત કરંટ લાગવાથી થયું હોવાનું બતાવવા માટે ઘરેથી જૂની લોખંડની સોપારી કાપવાની સૂડી ગરમ કરી, સાહિલના હાથે તેમજ શરીરના ભાગે તેમજ આંગળીઓ ઉપર ડામ આપ્યા હતા. આ પછી સાહિલના મૃતદેહને ઓરંગપુરા કેનાલમાં નાખી દીધો હતો.
ઠાસરા તાલુકાના ઓરંગપુર કેનાલમાંથી 10મી ડિસેમ્બર 2017ના રોજ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરના મૃતદેહ પર છાતી, ગળાના ભાગે ઇજા તથા બંને હાથે ફ્રેક્ચર સાથે મળી આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. કિશોરની હત્યા મામલે શરૂઆતથી જ શકદાર તરીકે કાયદાના સગીર વયના તેના મિત્રનું નામ હોઇ એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી મામલાની તપાસ શરૂ કરાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -